GSTV
Gujarat Government Advertisement

હેલ્થ/ એસિડીટી દૂર કરવા માટે આ 5 ફૂડ્સનું કરો સેવન, આ ખાશો તો નહીં થાય પેટ અને છાતીમાં બળતરા

એસિડીટી

Last Updated on February 24, 2021 by

સૌથી કોમન બીમારીઓ અથવા હેલ્થ પ્રોબલેમ્સની વાત કરીએ તો તેમાં એસિડિટીનો નંબર કદાચ આ લિસ્ટમાં સૌથી ઉપર હશે. તેનું કારણ એ છે કે એસિડિટીની સમસ્યા ક્યારેકને ક્યારેક દરકે વ્યક્તિને થાય છે. ન્યૂટ્રિશનિસ્ટની માનીએ તો વધુમાત્રામાં ચા-કૉફીનું સેવન કરવાથી, સ્મોકિંગ અને આલ્કોહોલનું સેવન કરવાથી, વધુ તળેલુ અને મસાલાવાળુ ભોજન કરવાથી અથવા તો ઘણાં લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા અને કંઇ ન ખાવાના કારણે પણ એસિડિટીની સમસ્યા થઇ શકે છે. જ્યારે પેટના ગેસ્ટ્રિક ગ્લેંડથી વધુ એસિડ નીકળવા લાગે છે તો પેટમાં ગેસ બને છે. પેટમાં બળતરા થવા લાગે છે અને ખાટા ઓડકાર આવે છે. તેને જ એસિડિટી કહેવાય છે.

એસિડિટી

એસિડિટીથી બચાવશે આ સુપરફૂડ્સ

એસિડિટી થવા પર દવા ખાવાના બદલે તમે કેટલાંક ઘરેલૂ નુસ્ખા અપનાવી લો તો વધુ સારુ રહેશે. સાથે જ જો તમે પોતાના ડાયેટમાં કેટલાંક ખાસ ફૂડ્સને સામેલ કરી લો તો તમારે ક્યારેય એસિડિટીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે.  

કેળા ખાઇને કરો એસિડીટીની સમસ્યા દૂર

કેળા લો એસિડ ફ્રૂટ છે. જે એસિડીટીની સમસ્યા ઓછી કરવામાં મદદ કરે છે. હકીકતમાં કેળુ આપણા ભોજનની નળીના લેયર (એસોફેગલ લાઇનિંગ)માં કોટિંગ બનાવી દે છે જેથી પેટના એસિડને અહીં સુધી પહોંચવામાં કોઇ સમસ્યા નથી થતી. સાથે જ કેળામાં ફાયબર પણ વધુ હોય છે જે પાચન તંત્રને મજબૂત બનાવીને અપચાથી બચાવે છે. દરરોજ એક કેળુ ખાવ , ક્યારેય એસિડીટી નહીં થાય.

પેટને ઠંડક આપશે છાશ

જો તીખુ, મસાલેદાર અને હેવી ખાધા બાદ તમને પણ એસિડીટીની સમસ્યા થઇ રહી છે તો કોઇપણ પ્રકારની એંટીએસિડી દવાનું સેવન કરવાના બદલે 1 ગ્લાસ છાશ પી લો. છાશમાં લેક્ટિક એસિડ હોય છે જે પેટમાં એસિડિટીને નોર્મલ કરવામાં મદદ કરે છએ. સાથે જ આ લેક્ટિક એસિડ પેટના લેયર પર એક ખાસ પ્રકારનું કોટિંગ કરી દે છે જેથી પેટમાં બળતરા અને છાતીમાં બળતરા જેવી અન્ય સમસ્યા નથી થતી. તમે ઇચ્છો તો તેના બદલે દહીં પણ ખાઇ શકો છે.

એસિડીટી

એસિડિટી દૂર ભગાડશે ઠંડુ દૂધ

દૂધ પીવાથી પણ એસિડિટીની સમસ્યા દૂર થઇ જાય છે પરંતુ યાદ રાખો કે તમારે ગરમ નહીં ઠંડુ દૂધ પીવાનું છે. છાશની જેમ જ ઠંડુ દૂધ પણ પેટમાં ગેસ્ટ્રિક એસિડને રોકવામાં મદદ કરે છે. સાથે જ દૂધ કેલ્શિયમથી ભરપૂર હોય છે. જે પેટમાં એસિડ બનવાની પ્રક્રિયાને રોકી દે છે. પરિણામે જો બીજી વાર જ્યારે પણ પેટમાં બળતરા, છાતીમાં બળતરા અથવા એસિડિટીના અન્ય લક્ષણ અનુભવી રહ્યાં છો તો દવાના બદલે ઠંડા દૂધનું સેવન કરો.

એસિડીટી

ઓટમીલ પણ મદદરૂપ

ઓટ્સ પણ હાઇ ફાયબર ફૂડ છે જે એસિડિટીના લક્ષણોને ઓછા કરવામાં મદદ કરી શકે છે. ફાયબર કબજિયાતની સમસ્યા દૂર કરવાની સાથે જ પેટને લાંબા સમય સુધી ભરેલુ રાખવામાં પણ મદદ કરે છે. તેવામાં જ્યારે તમારુ પેટ ભરેલુ હશે તો તમે ઓછુ ખાશો, ઓવરઇટિંગ નહીં થાય અને પેટમાં જે વસ્તુઓ છે તે પરત ભોજન નળીમાં નહીં આવે તો એસિડીટી પણ નહીં થાય.

એસિડીટી

લીલા શાકભાજી કરી દેશે એસિડિટી દૂર

પાલક, બ્રોકલી, કાકડી- આ કેટલાંક એવા લીલા શાકભાજી છે જે અલ્કલાઇન હોય છે એટલે કે આ શાકભાજી પેટ અને પાચન તંત્ર બંને માટે સારી છે. આ શાકભાજીઓમાં પ્રાકૃતિક રૂપે ફેટ અને શુગરની માત્રા ઘણાં ઓછા પ્રમાણમાં એટલે કે ન બરાબર હોય છે અને તે શાકભાજીઓ પેટમાં એસિડ બનવાની સમસ્યા પણ ઓછી કરી દે છે. પરિણામે દરરોજ ડાયેટમાં આ વસ્તુઓ સામેલ કરો અને પછી જુઓ એસિડિટી કેવી રીતે છૂમંતર થઇ જાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો