GSTV
Gujarat Government Advertisement

આરોગ્ય/ આ લોકોને Fatty Liver Disease થવાનો ખતરો સૌથી વધુ, ભારતમાં આટલા બધા લોકો બીમારીથી પીડિત

Last Updated on February 24, 2021 by

જે લોકોનો વજન વધારે છે તેઓ ઓબેસિટીનો શિકાર થઇ જાય છે અને એવા લોકો જે ડાયાબિટીઝના દર્દી છે. તેમને નોન-આલ્કોહોલિક ફેટી લીવર હોવાનો ખતરો હોય છે. કેન્દ્રીય સવાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે ભારતની લગભગ 9%થી 32% આબાદીને નોન-આલ્કોહોલિક ફેટી ડીઝીસ (NAFLD) છે. ઘણા લોકોને લાગે છે કે લીવરથી સંબંધિત બીમારી અથવા લીવર ખરાબ થવાની સમસ્યા માત્ર એ જ લોકોને થાય છે જે દારૂ પીવે છે. પરંતુ એવું નથી. આ દિવસોમાં આલ્કોહોલનું સેવન કરવાથી આ બીમારી ઝડપથી વધે છે.

ડાયાબિટીઝ પેશન્ટ્સને NAFLD થવાનો ખતરો 80% વધુ

Corona

અનુસંધાનકર્તાએ જાણ્યું કે જે લોકોને ટાઈપ-2 ડાયાબીવીટીઝની બીમારી છે એમને નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડીઝીસ થવાનો ખતરો 40થી 80% થી વધુ હોય છે તો જે લોકોને ઓબેસિટીની સમસ્યા છે એમાં આ બીમારીનો ખતરો 30થી 90% સુધી વધી જાય છે. આ અંગે થયેલ ઘણી સ્ટડીઝમાં આ વાત સામે આવી છે કે જે લોકોને નોન એલ્કોહોલીક ફેટી લીવર ડીઝીઝ NAFLD હોય છે એ દર્દીઓમાં કાર્ડિયોવસ્ક્યુલર ડીઝીઝ એટલે હ્ર્દય રોગનો ખતરો ઘણો વધુ છે.

વધુ ફેટના કારણે ઈન્સુલિન રેજીસ્ટેંન્સ થઇ જાય છે

ઓબેસિટીની સમસ્યા નોન-આલ્કોહોલિક ફેટી લીવર ડીઝીઝ NAFLD સાથે એટલા માટે જોડાયેલ છે કારણ કે શરીરમાં હાજર વધુ ફેટના કારણે અસંતુલન રેજીસ્ટેંન્સ થઇ જાય છે અને ઇન્ફ્લેમેશન થવા લાગે છે. ઈન્સુલિન રેજીસ્ટેંન્સના કારણે પેન્ક્રીયાઝને વધુ ઈન્સુલિનનું ઉત્પાદન કરવા પડે છે જેથી શરીરનું બ્લડ ગ્લુકોઝ લેવલ સામાન્ય બની રહે અને એના કારણે ડાયાબિટીઝ વિકસિત થવાનો ખતરો વધી જાય છે.

બીમારી

નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ એનએએફએલડી રોગ સંબંધિત કેટલાક ઓપરેશનલ માર્ગદર્શિકા શરૂ કરતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડ Dr હર્ષ વર્ધનએ કહ્યું કે, ‘NAFLDએ એક રોગ છે જેમાં ફેટી લિવર સાથે જોડાયેલા ગૌણ કારણો વગર પણ અસામાન્ય રીતે ફેટ એકઠા કરે છે. તે લીવર સિરોસિસ, યકૃતનું કેન્સર અને નોન-આલ્કોહોલિક સ્ટીટો-હેપેટાઇટિસ (એનએએસએચ) જેવા અન્ય ઘણા રોગોનું કારણ પણ બની શકે છે. NAFLD એ ભારતમાં યકૃતના રોગનું એક મુખ્ય કારણ છે.

નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ NAFLD સરળતાથી તમારી જીવનશૈલી અને વર્તણૂકમાં ફેરફાર કરીને અને સમયસર રોગનું નિદાન કરીને મેનેજ કરી શકાય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો