Last Updated on February 24, 2021 by
દેશના કોઈ રાજ્યોમાં ફરીથી એક વખત કોરોના વાયરસ પ્રસરવા લાગ્યો છે. દેશના લગભગ 7 રાજ્યોમાં દરરોજ કોરોના સંક્રમણના નવા કેસ મામલે નવા રેકોર્ડ બની રહ્યા છે. ત્યાં હવે આ વધતા મામલાઓને લઈને કેન્દ્ર સરકાર પણ એક્ટિવ મોડમાં આવી ગઈ છે. કેનદ્ર તરફથી હવે કેટલાય રાજ્યો માટે મલ્ટિ ડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ ગઠીત કરીને રાજ્યો માટે રવાના કરી દીધી છે. સાથે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ તરફથી 7 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ પત્ર લખ્યો છે.
મલ્ટિ ડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ ગઠીત કરીને રાજ્યો માટે રવાના કરી દીધી
વિશેષ કરીને મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ગુજરાત, પંજાબ, મધ્યપ્રદેશ અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને સ્વાસ્થ્ય સચિવ તરફથી પત્ર લખીને કોરોના સંબંધિત ગાઈડલાઈન અને સખ્તાઈનું અનુપાલન કરાવવા અને તમામ જરૂરિયાતના સખ્તાઈ ભર્યા પગલાં લાગુ કરવા માટે આદેશ આપ્યો છે. જાણકારી મુજબ કેન્દ્ર સરકાર તરફથી જે રાજ્યોમાં મલ્ટિડિસીપ્લિનરી હાઈલેવલ ટીમ રવાના થઈ છે તેમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ કાશ્મીર મુખ્ય છે.
કેરળના સીએમે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે માગ કરી હતી
જણાવી દઈએ કે મંગળવારે કેરળના સીએમે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા માટે માગ કરી હતી. જેમાં કર્ણાટક સરકાર તરફથી પણ કેરલથી જોડાયેલી સીમાઓ પર આવન જાવન બંધ કરી સીલ કરી દેવાઈ છે. ત્યાં આ રાજ્યોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના નવા કેસને લઈને કેન્દ્ર પણ ખૂબજ રીતે ગહન નજર બનાવી રાખી છે.
દિલ્હીમાં એન્ટ્રી કરવા પર નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી
દિલ્હીમાં દિલ્હી સરકારે પણ અગમચેતીના પગલાં ભરતાં 26 ફેબ્રુઆરીથી આ તમામ રાજ્યોમાંથી આવનારા લોકોના આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી રાખી બતાવવાનો આદેશ કર્યો છે. આ રાજ્યોમાંથી આવનારા લોકોએ દિલ્હીમાં એન્ટ્રી કરવા પર નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી છે. આ પછીજ તેમને દિલ્હીમાં એન્ટ્રી આપવામાં આવશે. એવું ન કરવા પર દિલ્હી સરકાર તરફથી તેને ક્વોરન્ટાઈન પિરિયડમાં મોકલીદેવાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31