GSTV
Gujarat Government Advertisement

ઓછા પ્રીમિયમમાં વધુ ફાયદો, LICની આ યોજનામાં મહિલાઓ અને ધુમ્રપાન ન કરવા વાળાને વિશેષ લાભ

LIC

Last Updated on February 24, 2021 by

દેશમાં સાર્વજનિક ક્ષેત્રની વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમનો જીવન અમર પ્લાન તમને ઘણા ફાયદા આપે છે. આ એક નોન લિંક્ડ, નોન પાર્ટીસિપેટિંગ ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ એક ઓફલાઈન ટર્મ પ્લાન છે. જેમાં નોન સ્મોકર્સ અને મહિલાઓ માટે અલગ-અલગ વ્યાજ દર છે. આ પોલિસીમાં વ્યક્તિ 80 વર્ષ સુધી લાભ પ્રાપ્ત કરી શકે છે. પોલિસી સમયગાળા વચ્ચે વીમીત વ્યક્તિની મૃત્યુ થાય તો એના પરિવારને નાણાકીય સહાય આપવામાં આવે છે. આ સહાયતા એકસાથે અથવા હપ્તામાં આપવામાં આવશે

આ પોલિસીમાં બે વિકલ્પની પસંદગી કરી શકાય છે. એક લેવલ વીમીત રાશિ અને બીજી વધેલી વીમીત રાશિનો વિકલ્પ છે. નોન સ્મોકર્સ અને મહિલાઓને પ્રીમિયમની ઓછી દર સાથે સારો વિકલ્પ આપવામા આવ્યા છે. આ પ્લાન પાંચ વર્ષ, 10 વર્ષ અને 15 વર્ષના મૃત્યુ લાભના બેનિફિટના સરળ હપ્તામાં પણ લઇ શકાય છે. આ પ્લાનમાં ન્યુનતમ વીમીત રાશિ 25 લાખ રૂપિયા છે. એમાં એક્સિડેન્ટલ રાઇડરનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે.

LIC જીવન અમર પ્લાનના લાભ

LIC
  • મૃત્યુની તારીખ અનુસાર ચુકવણી કરવામાં આવેલ પ્રીમિયમ 105% અથવા પૂર્ણ રાશિની ચુકવણી
  • સિંગલ પ્રીમિયમ પોલિસી મેઈ સમ એશ્યોર્ડ ઓન ડેથ, મતલબ મૃત્યુ પછી પૂર્ણ રાશિની ચુકવણી
  • મૃત્યુ પર ચુકવણી કરવા વાળી પૂર્ણ રાશિ પ્રાપ્ત કરવા માટે એક પોલિસી લેતા સમયે ડેથ બેનિફિટ ઓપ્શન પસંદ કરવો પડશે.
  • જોઈ કોઈ વ્યક્તિ પોલિસીની શરતથી અસંતુષ્ઠ નથી તો પોલિસી બોન્ડની પ્રાપ્તિને 15 દિવસની અંદર એને પરત કરી શકો છો.

કોણ લઇ શકે છે જીવન અમર પોલિસી

lic
  • આ પ્લાન માટે નયનત્તમ આવ્યું 18 વર્ષની હોવી જોઈએ
  • આ પ્લાન માટે મહત્તમ વય સીમા 65 વર્ષ છે
  • આ પ્લાન માટે પરિપક્વતા વય 80 વર્ષ સુધી હોઈ શકે છે
  • ન્યુનતમ વીમીત રાશિ 25 લાખ રૂપિયા છે
  • મહત્તમ વીમીત રાશિની કોઈ સીમા નથી.

ગ્રેસ પિરિયડ

વાર્ષિક અને છમાહી પ્રીમિયમ ચુકવણી પર 30 દિવસના ગ્રેસ પિરિયડનો લાભ મળશે. આ સમયગાળા દરમિયાન પોલિસીની ચુકવણી નહિ કરવામાં આવે તો પોલીસે પોતે લેપ્સ થાય જશે. તમામ લાભ સમાપ્ત થઇ જશે અને કોઈ પણ દેય નહિ થાય. આ પ્લાનમાં સરેન્ડર વેલ્યુ ઉપલબ્ધ નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો