Last Updated on February 24, 2021 by
શ્રીલંકાના સ્ટાર ઓપનર ઉપુલ થરંગાએ સંન્યાસ લઇ લીધો છે. વર્ષ 2005માં ઇંટરનેશનલ ડેબ્યૂ કરનારા થરંગાએ પોતાની અંતિમ મેચ શ્રીલંકા માટે માર્ચ 2019માં રમી હતી. થરંગાએ ઇન્ટરનેશનલ કરિયરમાં 10 હજાર જેટલા રન બનાવ્યા છે, જેમાં સૌથી વધુ 6952 રન તેણે 15 સદીઓ સાથે વનડે ક્રિકેટમાં ફટકાર્યા છે. આ ઉપરાંત તેણે 1754 રન ટેસ્ટ ક્રિકેટમાં અને 407 રન ટી20 ઇંટરનેશનલમાં ફટકાર્યા છે.
શ્રીલંકન ઓપનરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી પોતાના રિટાયરમેંટની ઘોષણા ટ્વિટર દ્વારા કરી. તેણે લખ્યું, દરેક સારી વસ્તુનો અંત થાય છે. અને, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે હું પણ પોતાના 15 વર્ષના ઇંટરનેશનલ ક્રિકેટ કરિયર પર પૂર્ણ વિરામ લગાવી શકુ. પોતાના રિટાયરમેંટ લેટરમાં તેણે અનેક ક્રિકેટની સારી યાદો રાખવાની વાત કરી. સાથે જ ક્રિકેટ ફેંસ અને પોતાના ચાહકોનો પણ આભાર માન્યો. તેણે શ્રીલંકા ક્રિકેટના પણ ઉજ્જવળ ભવિષ્યની કામના કરી.
I have decided to retire from international cricket ? pic.twitter.com/xTocDusW8A
— Upul Tharanga (@upultharanga44) February 23, 2021
થરંગાની તે ઇનિંગ જેના કારણે ભારતને મળી હાર
થરંગા વનડે ક્રિકેટમાં કમાલનો ઓપનર રહ્યો છે. ઓપનર તરીકે વન ડે ક્રિકેટમાં તેનો સૌથી મોટો સ્કોર અણનમ 174 રનનો છે, જે તેણે વર્ષ 2013માં ટ્રાઇનેશન સીરીઝમાં રમેલી મેચમાં ફટકાર્યા હતા. થરંગાની આ સૌથી મોટી ઇનિંગના કારણે ભારતને 161 રનની શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. થરંગાની ઇનિંગના કારણે શ્રીલંકાએ તે મેચમાં ભારત સામે 349 રનનો ટોટલ સ્કોર મુક્યો હતો, જવાબમાં ધોનીની ટીમ ઇન્ડિયા ફક્ત 187 રન પર જ પસ્ત થઇ ગઇ હતી.
થરંગાના સંન્યાસ લેવા પાછળ શું છે કારણ
થરંગાનું નામ શ્રીલંકાના એક અખબારી રિપોર્ટનો હિસ્સો હતો, જેમાં આશરે 15 શ્રીલંકન ક્રિકેટરોને દેશ છોડીના અમેરિકા જવાની વાત હતી. આ તમામ ખેલાડીઓના માર્ચ સુધી અમેરિકા જવાની વાત રિપોર્ટમાં કહેવામાં આવી છે. આ ક્રિકેટર પોતાના દેશમાં યોગ્ય તક ન મળવા અને આર્થિક રીતે પણ સારુ સમર્થન ન મળવાના કારણે હતાશ છે તથા નવા વિકલ્પ તલાશી રહ્યાં છે. થરંગાના રિટાયરમેંટની પાછળ આ એક મોટુ કારણ હોઇ શકે છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31