Last Updated on February 24, 2021 by
ઈંડોનેશિયાના એક માછીમારે માણસના ચેહરાવાળી એક મ્યૂટેંટ શાર્કને પકડી છે. જ્ને જોયા બાદ લોકો આશ્ચર્ય પામ્યા હતા. માનવી જેવા જ ચેહરાવાળી આ શાર્કને એક મોટી શાર્કના પેટમાંથી કાઢવામાં આવી છે. આ શાર્કને વેચવાથી માછીમારે મનાઈ કરતા તેને ઘરમાં જ પાળવાનુ શરૂ કર્યુ છે. જે બાદ મોટી સંખ્યામાં લોકો તેને જોવા આવી રહ્યા છે.
શાર્કના પેટમાંથી મળી મનુષ્ય જેવુ દેખાતુ બચ્ચુ
આ મ્યૂટેંટ બેબી શાર્કને 48 વર્ષીય માછીમાર અબ્દુલા નૂરને ઈસ્ટ નૂસા તેંગારા પ્રાંતમાં રોટે નાદો પાસે પકડી હતી. આ માછીમારે ભૂલથી પોતાની જાળમાં એક ગર્ભવતી શાર્કને પકડી હતી. જે બાદ તેણે શાર્કને કાપી તો તેના પેટમાંથી 3 નાના-નાના બચ્ચાઓ નીકળ્યા. જેમાંથી એકનો ચેહરો મનુષ્ય જેવો છે.
માછીમારે શાર્કને વેચવાથી કરી મનાઈ
અબ્દુલા નૂરને કહ્યુ કે, મેં શરૂઆતમાં એક મોટી શાર્કને પોતાના ટ્રાલર નીચે જાળમાં ફંસાતી જોઈ. બીજા દિવસે જયારે મેં શાર્કને કાપી તો તેની અંદરથી ત્રણ બચ્ચા નીકળ્યા. તેમાંથી બે બચ્ચાતો પોતાની માં જેવા દેખાતા હતા પરંતુ એકનો ચહેરો આબેહૂબ મનુષ્ય જેવો હતો. જે બાદ હું બેબી શાર્કને ઘર લાવ્યો અને તેને પાળી રહ્યો છું.
શાર્કના બચ્ચાને પાળી રહ્યો છે માછીમાર
તેણે કહ્યું કે તેના પડોશીઓ સહિત ઘણા લોકો છે જે આ શાર્કના બાળકને ખરીદવા માંગે છે. પરંતુ, મેં દરેકની દરખાસ્તને નકારી છે. મારા ઘરે ઘણા લોકોની ભીડ છે જે આ શાર્કને જોવા માંગે છે. ઘણા લોકો તેને ખરીદવા માંગે છે, પરંતુ હું તેને બદલે સાચવીશ. મને લાગે છે કે આ મારું નસીબ બદલી દેશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31