Last Updated on February 24, 2021 by
પ્રિયંકા ચોપડા જોનસ આજે ભલે એક ગ્લોબલ સ્ટાર બની ગઈ છે અને દુનિયાભરમાં ફેવરેટ હોય, પરંતુ એક સમય એવો પણ રહ્યો છે જયારે વિરોધ અને ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો છે. આ વાત વર્ષ 2012ની છે જયારે પ્રિયંકાએ પોતાના હોલીવુડ ડેબ્યુ પછી પહેલું સોન્ગ ઈન માય સીટી રિલીઝ કર્યું હતું જે તેમણે હોલીવુડ આર્ટિસ્ટ will.i.am સાથે ગાયુ હતું. હવે પોતાની બુક Unfinished: A Memoirમાં પ્રિયંકાએ જણાવ્યું કે કેવી રીતે એ સમયે એમની ખુશીને લોકોના રિએકસને તબાજ કરી દીધી હતી. પ્રિયંકાએ જણાવ્યું કે સોન્ગ પર લોકોએ ઘણા પ્રકારના મેલ, ટ્વીટ અને અન્ય નકારાત્મક રીએકશન મળ્યા,જેને તમનું દિલ તોડી નાખ્યું.
નેગેટિવ કોમેન્ટ મારો ઉત્સાહ તબાહ કરી નાખ્યો : પ્રિયંકા
પ્રિયંકાએ લખ્યું છે, ‘મને યાદ છે કેટલા ઉત્સાહ સહે મેં એ સમયે પોતાનું ટીવી ઓન કર્યું હતું અને પોતાને ગેમનું એલાન કરતા જોઈ હતી. ત્યાર પછી ઈન માય સીટીનો પ્રોમો ચાલ્યો હતો, આ મે લાખો દર્શકો સાથે જોયું હતું. હું એ સામે જ્યાં હતું, હું અને મારા મ્યુઝિકમાં મેન્સ્ટ્રીમ અમેરિકામાં પરિચય માટે NFL વાઇકિંગ સપોર્ટથી સારું કઈ હોય ન શકે. તેમણે આગળ લખ્યું, ‘મારી ખુશી જલ્દી મારી પાસે છીનવી લેવામાં આવી. યુનાઇટેડ સ્ટેટ્સના આટલા મોટા પ્લેટફોર્મ પર સિંગિંગના ડેબ્યુનો ઉત્સાહ નકારાત્મક અને ગંદા ટ્વીટ્સ અને મેલ્સના કારણે બરબાદ થઇ ગયો હતો. લોકોએ ઘણી વાતો સંભળાવી હતી. જે હું કહી પણ ન શકું.’
બ્રાઉન આંતકવાદી પણ કહ્યું
પ્રિયંકાએ જણાવ્યું કે તેમને લોકોએ પોતાના દેશ પરત જતી રહેવા સાથે કેટલીક ભદ્દી વાતો પણ કહી હતી. તેમણે લખ્યું, ‘ઉદાહરણ માટે કહું તો મને કહેવામાં આવ્યું હતું બ્રાઉન આંતકવાદી એક ઓલ અમેરિકન ગેમને પ્રમોટ શા માટે કરી રહી છે ? કેટલાક લોકોકહ્યું મિડલ ઇસ્ટ પરત જાઓ અને પોતાનો બુરખો પહેર. અને વર્ષો પછી એ કહેવું આજે પણ મારા માટે મુશ્કેલ છે કે લોકોએ ક્જહ્યું હતું કે દેશ પરત ફરી જા અને ત્યાં પોતાનો ગેંગ રેપ કરાવ.’
પ્રિયંકાએ કર્યા ઘણા ખુલાસા
જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા પોતાની બુક Unfinishedમાં ઘણી વાતોના ખુલાસા કર્યા છે. તેમણે પોતાના કરિયરથી લઇ પ્લાસ્ટિક સર્જરી, ડેટિંગ લાઈફ, લગ્ન, સ્કૂલના દિવસ અને પરિવાર અંગે વાત કરી છે. પ્રિયંકાએ પોતાના જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જણાવી છે, જે ફેન્સ સાંભળીને દંગ છે અને એમની બહાદુરીની તારીફ કરી રહ્યા છે .જણાવી દઈએ કે રિલીઝ પછી અત્યાર સુધી પ્રિયંકાની ઓટો બાયોગ્રાફી દુનિયાભરના ઘણા લોકો ખરીદી ચુક્યા છે. આ બુક ન્યુયોર્ક ટાઈમ્સની બેસ્ટસેલર લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયાની મદદથી તમામનો આભાર માન્યો છે. આ દિવસોમાં તેઓ સફળતા એન્જોય કરી રહી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31