GSTV
Gujarat Government Advertisement

કામનું / FASTag દ્વારા ટોલ પર કપાયા વધારે પૈસા તો ન લો ટેન્શન, Paytm અપાવશે રિફંડ

FASTag

Last Updated on February 24, 2021 by

Paytm ચૂકવણી બેંકે ગત વર્ષે ટોલ પ્લાઝા સાથે ફાસ્ટેગ યૂઝર્સ માટે 82 ટકા વિવાદિત મામલોમાં જીત પ્રાપ્ત કરી છે. બેંકે મંગળવારે કહ્યુ કે, ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ યૂઝર્સ પાસેથી વધારે પૈસા કપાયા હોવાની કેસ સામે આવ્યા છે. આ પ્રકારના કેસમાં તેણે 2.6 લાખ ગ્રાહકોને તેનું રીફંડ પરત આપવામાં મદદ કરી છે.

Paytm Payment Bankએ કહ્યુ કે, તેમણે એક ઓટોમેટેડ પ્રબંધન પ્રક્રિયા (automated dispute management process)શરૂ કરી છે. આ હેઠળ જો ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ કરતા વધારે રકમ કાપવામાં આવે તો તેના વળતર માટે તાત્કાલિક દાવો કરવામાં આવે છે. પેટીએમ પેમેન્ટ્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) સતીષ ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમારો પ્રયાસ અમારા યૂઝર્સોને રસ્તા પર એકીકૃત મુસાફરી પૂરી પાડવાનો છે. આ હેઠળ, અમે અમારા વપરાશકર્તાઓને દરેક સંભવિત રીતે સહાય કરીએ છીએ. આમાં ટોલ પ્લાઝા પર ફરિયાદોના નિવારણનો પણ સમાવેશ છે.

15 ફેબ્રુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ થયો જરૂરી

સમગ્ર દેસમાં 15 ફેબ્રુઆરીથી તમામ વાહનો માટે ફાસ્ટેગ થયો ફરજીયાત કરાયો છે. જો તમે નેશનલ હાઈવેથી પસાર થાઓ છો તે ફાસ્ટેગ વગર ટોલ પર ડબલ દંડ ભરવો પડશે. અહેવાલ અનુસાર હજુ પણ કેશલેન પર ભીડ જોવા મળે છે. વાહન માલિક ડબલ ટોલ આપી રહ્યા છે. પરંતુ ફાસ્ટોગ લગાવી રહ્યા નથી. જો તમે પણ તમારી ગાડીમાં ફાસ્ટેગ લગાવવા ઈચ્છો છો તો ટોલ પાસે જ બૂથ મળી જશે. તે ઉપરાંત સરકારી અને ખાનગી બેંકોમાંથી પણ તેની ઓનલાઈન અને ઓફલાઈન ખરીદી કરી શકો છો. નવા વાહન માલિકોને ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે, તે વાહન સાથે લાગેલુ જ આવે છે.

મિનિમમ બેલેંસની અનિવાર્યતા પુરી થઈ

ફાસ્ટેગને તમે PayTM, Amazon, ગુગલ પે, Snapdeal વગેરેથી ખરીદી શકો છો. દેશના 25 બેંક પણ તેને ખરીદી કરવાની વ્યવસ્થા આપી રહી છે. વાહન ચાલકોને રાહત આપતા NHAIએ ફાસ્ટેગ અકાઉન્ટમાં મિનિમમ બેલેંસની અનિવાર્યતા પણ પુરી કરી દીધી છે. તોનાથી વાહન ચાલક ફાસેટેગ વૉલેટમાં મિનિમમ બેલેંસ લવિના પણ કોઈ રોકટોક વગર ટોલ પ્લાઝા ક્રોસ કરી શકે છે. આનાથી વાહનચાલકોને ઘણી સુવિધા મળશે અને ટોલ પ્લાઝા પર વાહનોની કતાર નહીં લાગે. હાલમાં આ સુવિધા ફક્ત વાહન કાર, જીપ, વાનને આપવામાં આવી છે.

સિકયોરિટી મનીથી કપાશે પૈસા

NHAIનું કહેવુ છે કે, જો કોઈ યૂઝરનનું ખાતુ નેગેટીવ નથી તો ભલે તે તેમાં મિનિમમ બેલેંસ ન હોય તો પણ તે ટોલ પ્લાઝા પરથી પસાર થઈ શકે છે. જો ટેલ પરથી પસાર થયા બાદ તેના ખાતામાં પૈસા નથી બચતા તો ફછી બેંક સિકયોરિટી મનીથી પૈસા કાપી શકે છે. એવામાં યૂઝરને આગળ રિચાર્જ કરાવતા સમયે સિકયોરિટી મનીને મેંટેન કરવુ પડશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો