Last Updated on February 25, 2021 by
કેળા ખૂબ જ સ્વાદિષ્ટ અને શરીર માટે પણ અનેક રીતે ફાયદાકારક હોય છે. આ જ રીતે કેળાના ફૂલમાં પણ ઔષધિય ગુણ હોય છે. ફોસ્ફરસ, કેલ્શિયન, પોટેશિયમ, તાંબા, મેગ્નેશિયમ અને લોઢું વગેરે પોષક તત્વોથી ભરપૂર હોય છે. એવામાં તે અનેક રોગોથી બચવા માટે મદદગાર હોય છે. ભારતના અનેક ક્ષેત્રમાં કેળાના ફૂલની સબ્જી પણ બનાવી તેનું સેવન કરવામાં આવે છે. આ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેમજ સ્વાસ્થ્ય માટે પણ અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. તમે પણ જાણો આના ફાયદાઓ.
સંક્રમણ કરે છે દૂર
નેટમેડ્સમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, કેળાના ફૂલ પ્રાકૃતિક રીતે સંક્રમણની સારવારમાં પ્રભાવી છે. કેળાના ફૂલમાં ઈથેનોલ હોય છે. જે રોગજનક બેક્ટેરિયાના વિકાસને રોકવામાં મદદગાર હોય છે.
પીરિયડ્સમાં મળે છે આરામ
કેળાના ફૂલ પેટના દુ:ખાવામાં રાહત આપવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત તેનો નિયમિત ઉપયોગ કરવાથી પીરિયડ્સમાં થતા વધુ રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર કરે છે. દહિં સાથે તેનું સેવન કરવામાં આવે તો આ ફૂલ શરીરમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન વધારે છે અને રક્તસ્ત્રાવ ઓછો કરે છે.
મૂડ સારો કરે છે
કેળાના ફૂલમાં મેગ્નેશિયમ હોય છે. તે ચિંતા ઓછી કરવામાં અને મૂડ સારો કરવામાં મદદરૂપ હોય છે. આ પ્રાકૃતિક અનસાદરોધીના રૂપમાં કામ કરે છે.
મહિલાઓ માટે ફાયદાકારક
કેળાના ફૂલ પાચન વધુ સારુ કરે છે અને મૂડ સારો કરે છે. તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે દૂધના સ્ત્રાવમાં વધારો કરે છે.
પાચનશક્તિમાં વધારો કરે છે
કેળાના ફૂલ અનેક પ્રકારે ફાયદાકારક હોય છે. તે પાચન શક્તિને વધુ સારી બનાવે છે. સાથે જ એસિડિટી અને પેટના દુ:ખાવાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
રક્તની અછતને કરે છે દૂર
એનીમિયા એટલે કે શરીરમાં રક્તની ખામી વર્તમાન સમયમાં સામાન્ય વાત છે. એવામાં કેળાના ફૂલ ફાયદાકારક હોય છે. તેના સેવનથી શરીરમાં આયરનની કમી થતી નથી. અને રક્તની કમી દૂર કરવામાં મદદગાર છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31