GSTV
Gujarat Government Advertisement

મોબાઈલનું વળગણ: હંમેશા મોબાઈલમાં વળગી રહેતા બાળકોથી આપ પણ કંટાળી ગયા છો, આ રીતે સમજાવો છૂટી જશે આદત

Last Updated on February 25, 2021 by

આજકાલના ટેણિયાઓ ભણવા કરતા મોબાઈલમાં વધારે સમય પસાર કરે છે. તેના કારણે તેઓ આઉટડોર ગેમ કરતા ઈંડોર ગેમમાં પરોવાયેલા રહેતા હોય છે. હવે સ્માર્ટફોનમાં ગેમ રમવાની લતનો પણ શિકાર બની રહ્યા છે. વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરતા બાળકો માટે તે ખતરનાક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી મોબાઈલની સ્ક્રિનમાં જોયે રાખવાથી તેમની આંખો તો ખરાબ થવાની જ છે, સાથે સાથે તેમની માનસિક સ્થિતીને પણ ખતરનાક અસર થવાની છે.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, મોબાઈલમાંથી નિકળતા રેડિયો તરંગો ફક્ત કાનની આસપાસ જ નહીં, પણ મસ્તિષ્કમાં ઉંડાણ સુધી પ્રવેશે છે. તેનાથી બાળકોની શિખવાની ક્ષમતા પ્રાભાવિત થાય છે અને તેમના વ્યવહાર પર અસર પડે છે. તેમાં આગળ જણાવાયુ છે કે, જો તમારૂ બાળક 16 વર્ષથી નાની ઉંમર છે, તો તેને સેલ ફોન ન આપો. કારણ કે, મોબાઈલના કિરણો ઝીલી શકે તેના માટે બાળક સક્ષમ હોતું નથી. જો તમારા બાળકને પણ સ્માર્ટફોનની લત લાગેલી છે, જલ્દીથી છોડાવી નાખજો, નહીંતર પાછળથી પસ્તાવાના વારો આવશે. અમે અહીં એના માટે થોડી સાવધાનીની ટ્રિક લઈને આવ્યા છીએ. જે તમને આ આદત છોડાવામાં મદદરૂપ થશે.

પહેલા જાતે સુધારો કરો

બાળકો પોતાના ઘરમાં મોટેરાઓ જેવો વ્યવહાર અને ક્રિયા કરતા હોય છે, તેનું અનુકરણ કરતા હોય છે. ત્યારે આવા સમયે સૌથી પહેલા આપણે આ લત છોડવી પડશે. એટલા માટે જ્યારે બહુ જરૂરી લાગે ત્યારે જ મોબાઈલનો ઉપયોગ કરવો.

સોશિયલ મીડિયાથી દૂર રાખો

બાળકો મોટાભાગે કાર્ટૂન મૂવી જોતા હોય છે. અથવા તો ગેમ રમતા હોય છે. તેમને હિંસક ગેમથી દૂર રાખો. તેમને સમજાવો કે, તેનાથી મન અને માનસિક સ્વાસ્થ્ય પર શું અસર થાય છે. સાથે સોશિયલ મીડિયાથી બાળકોને દૂર રાખો.

પ્રેમથી સમજાવો

રોજ મોબાઈલની સ્ક્રિન જોયે રાખવાથી બાળકોની આંખોને ખતરનાક રીતે નુકસાન થઈ જશે. આવા સમયે તેમને પ્રેમથી સમજાવો, અને તેનો ઉપયોગ ઓછો કરવા જણાવો.

ઓનલાઈન પ્રવૃતિ પર નજર રાખો

બાળકો માટે મોબાઈલ ફોન આપવો અને કેટલો સમય આપવો તેનો સમય નક્કી કરો. જ્યારે તે મોબાઈલ પકડે ત્યારે તેની ઓનલાઈન પ્રવૃતિઓ પર પણ નજર રાખો. ટીવી સ્ક્રીન, કમ્પ્યુટર અને સ્માર્ટફોન યુઝ કરતી વખતે સ્ક્રિનથી એક નિશ્ચિત અંતરે બેસાડો.

આઉટડોર ગેમ માટે પ્રેરિત કરો

ઈંડોર ગેમની જગ્યાએ બાળકોને આઉટડોર ગેમ માટે પ્રેરિત કરો. જે તેમના સ્વાસ્થ્ય માટે પણ સારૂ રહેશે. આ ઉપરાંત ઘરનો માહોલ એવો બનાવો કે, બાળકો એકલા ન પડે. કારણ કે, બાળકો એકલા પડતા મોબાઈલમાં ગેમ રમવા લાગે છે. બાળકોને પરિવાર સાથે અથવા તો અન્ય બાળકો સાથે રમવા માટે પ્રોત્સાહન આપો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો