Last Updated on February 25, 2021 by
સુતી વખતે સપના જોવા તે સામાન્ય બાબત છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર દરેક સપનાનો કોઈ અર્થ સરતો હોય છે. સપનામાં ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓનો સંકેત મળે છે. અમુક સપના ખરાબ હોય છે. જ્યારે અમુક સપના અમીર બનાવવા તરફ ઈશારો કરતા હોય છે. તો આવો આજે સપનામાં દેખાતી અમુક આવી જ વસ્તુઓ વિશે જણાવીએ.
સપનામાં ખાલી વાસણ દેખાવા
સપનામાં ખાલી વાસણ દેખાવા ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્ર અનુસાર ખાલી વાસણ એ વાતનો સંકેત આપે છે કે, આવનારા દિવસોમાં આપને ધન લાભ થઈ શકે છે. આ સપના અનુસાર આપ જલ્દીથી અમીર બનવાના છો.
સપનામાં ઉંદર દેખાવો
જો આપને સપનામાં ઉંદર દેખાય છે તો, આપની પાસે અચાનક ગમે ત્યાંથી ધન આવી શકે છે. માનવામાં આવે છે કે, સપનામાં ઉંદર દેખાતા દરિદ્રતા દૂર થાય છે. સપનામાં જો ઉંદર આવે તો, ઘરના સૌથી નાના દિકરાને જણાવો.
સપનામાં સાવરણી દેખાવું
સાવરણીને સુખ સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે પણ સપનામાં સાવરણી જોશો, તો સમજી લ્યો કે, જલ્દીથી આપની પાસે ધન લાભ થવાનો છે અને આપની દરિદ્રતા દૂર થવાની છે. આ સપનાની જાણકારી માતા અથવા પત્નીને જરૂરથી જણાવો.
સપનામાં છાણા બનાવવા
જો આપ સપનામાં ગાયના છાણના છાણા બનાવતા દેખાવ છો તો, આપનું નસીબ જલ્દીથી ચમકવાનું છે. શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે આવા સપના જોનારા વ્યક્તિ ખૂબ તરક્કી કરે છે. જો કે, આ સપના વિશે કોઈને જણાવવું જોઈએ નહીં.
ઈલેક્ટ્રોનિક સામાનને તૂટતા જોવો
સપનામાં કોઈ ઈલેક્ટ્રોનિક્સ સામાનને તૂટતા જોવું શુભ માનવામાં આવે છે. સ્વપ્નફળ અનુસાર સપનામાં ઈલેક્ટ્રેનિક સામાનને જોવો એ ગરીબીની નિશાની છે. જ્યારે તે તૂટતુ દેખાય તો, જીવનમાંથી ગરીબી નાબૂદ થાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31