Last Updated on February 25, 2021 by
અમદાવાદ સ્થિત મોટેરા ક્રિકેટ ગ્રાઉન્ડનું નામ પહેલા સરદાર પટેલ સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતુ. 24 ફેબ્રુઆરી 2021એ તેનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તે બાદ વિપક્ષી પાર્ટીઓએ ભારતીય જનતા પાર્ટી પર સરદાર પટેલનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તમને જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એકપણ ક્રિકેટ સ્ટેડિયમ ક્રિકેટરના નામે નથી.
કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કેપ્ટન્સીમાં દેશને વર્લ્ડ કપ અપાવ્યો છે, પરંતુ તેના નામે એક પણ સ્ટેડિયમ નથી. સ્ટેડિયમને નરેન્દ્ર મોદીના નામે કરવાની ચર્ચા ચારેકોર થઇ રહી છે, પરંતુ કોઇ નેતાના નામે સ્ટેડિયમ, એરિના અથવા કોમ્પ્લેક્સને કરવા ભારતીય ખેલ જગતમાં નવુ નથી. તાજેતરમાં જ દિલ્હીના ફિરોઝ શાહ કોટલાનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ અને લખનઉના ઇકાના સ્ટેડિયમનું નામ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે.
ભારતમાં એવુ કોઇ ક્રિકેટ સ્ટેડિયમ નથી જેનું નામ ક્રિકેટર સાથે જોડાયેલુ હોય અને તેણે ઇંટરનેશનલ અથવા ફર્સ્ટ ક્લાસ મેચોનું આયોજન કર્યુ હોય. દેશમાં એવા સ્ટેડિયમ છે જે રાજનેતાઓ, ઉદ્યોગપતિઓ, પ્રશાસકો, સંગીતકારો અને ત્યાં સુધી કે મોટા કોર્પોરેટ્સના મહાપ્રબંધકોને પણ સન્માનિત કરે છે. જો કે બે ક્રિકેટ સ્ટેડિયમોના નામે હોકી ખેલાડીઓના નામે રાખવામાં આવ્યું છે. ગ્વાલિયરમાં કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ અને લખનઉમાં કે ડી સિંહ બાબૂ સ્ટેડિયમ.
જવાહરલાલ નહેરૂના નામે 9 સ્ટેડિયમ
મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમ અને વાનખેડે સ્ટેડિયમનું નામ પણ જીવંત વ્યક્તિના નામે રાખવામાં આવ્યું હતુ. એવું જ નવી મુંબઇના ડીવાય સ્ટેડિયમ, બેંગલોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને ચેન્નઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં પણ થયુ. મોહાલીના પીસીએ સ્ટેડિયમનું નામ 2015માં પંજાબ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ આઇએસ બિંદ્રાના નામે કરવામાં આવ્યુ. દેશના નવ સ્ટેડિયમ પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂના નામે છે. તેમાંથી આઠ સ્ટેડિયમ- નવી દિલ્હી, ચેન્નઇ, કોચ્ચી, ઇંદોર, ગુવાહાટી, મરગાઓ, પુણે અને ગાઝિયાબાદમાં ઘરેલૂ અથવા ઇંટરનેશનલ ક્રિકેટ મેચમાં રમાઇ ચુકી છે.
જાણો કયા નેતાના નામે કેટલા સ્ટેડિયમ
ઇંદિરા ગાંધીના નામે ત્રણ (ગુવાહાટી, નવી દિલ્હી અને વિજયવાડા) અને રાજીવ ગાંધીના નામે ત્રણ (હૈદરાબાદ, દહેરાદૂન અને કોચ્ચી) સ્ટેડિયમ/એરિના છે. અટલ બિહારી વાજપેયીના નામે બે (નાદૌન અને લખનઉ) છે. સરદાર પટેલના નામે બે સ્ટેડિયમ હતાં, જેમાંથી હવે એક જ રહ્યુ છે. મોટેરા સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. વલસાડમાં તેમના નામે એક સ્ટેડિયમ છે. ફિરોઝ શાહ કોટલાનું નામ 2019માં અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું અને કોઝિકોડના ઇએમએસ સ્ટેડિયમનું નામ કમ્યુનિસ્ટ પાર્ટીના લીડર અને કેરળના પ્રથમ મુખ્યમંત્રી ઇએમએસ નંબૂદિરીપાટના નામે રાખવામાં આવ્યું. ખેલાડીઓના નામે દેશમાં બે હૉકી મેદાન (મેજર ધ્યાનચંદ) અને એક ફુટબોલ મેદાન (બાઇચુંગ ભૂટિયા) છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31