GSTV
Gujarat Government Advertisement

કામના સમાચાર / માત્ર 119 રૂપિયામાં મળી રહ્યો છે 819 રૂપિયાનો ગેસ સિલિન્ડર, જાણો કેવી રીતે કરાવી શકો છો બુક

Last Updated on March 25, 2021 by

પાછલા ત્રણ મહિનામાં રાંધણ ગેસની કિંમતો ચાર વખત વધી ગઈ છે. આ ચાર વખતમાં LPG Gas Cylinder 125 રૂપિયા મોંઘો થયો છે. દિલ્લીમાં રાંધણ ગેસનો ભાવ અત્યારે 819 રૂપિયા છે. ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર પેટીએમ તમારા માટે સસ્તો રાંધણગેસ ખરીદવા માટે સારી તક લઈને આવ્યું છે. જે હેઠળ 819 રૂપિયાનું સિલિન્ડર માત્ર 119 રૂપિયામાં ખરીદી શકાશે. આ ઓફર 31 માર્ચની રાત્રે 12 વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તમારા મોબાઈલ ફોનમાં પેટીએમ એપને ડાઉનલોડ કરીને ગેસ બુકીંગ કરવાની રહેશે. તે બાદ તમને 700 રૂપિયા કેશબેક દેવામાં આવશે. કેશબેકનો લાભ ઉઠાવવા માટે પેટીએમમાં Book a Cylinderનો વિકલ્પ ઉપર જાઓ. અહીંયા Bharat Gas, HP gas અને Indaneનો વિકલ્પ દેખાશે. જેના તમે ગ્રાહક છો તેની પસંદગી કરો. કન્ઝ્યુમર નંબર, મોબાઈલ નંબર કે પછી એલપીજી આઈડીની મદદથી બુકીંગ પ્રક્રિયામાં આગળ વધો. ડિટેલ્સ નાખ્યા બાદ પ્રોસેસ કરવાની રહેશે અને તમારી સમગ્ર જાણકારી સામે આવશે. પહેલી વખત બુકીંગ કરવા ઉપર 700 રૂપિયા કેશબેક મળે છે.

paytm

31 માર્ચ સુધી ઉઠાવો તેનો ફાયદો

આ ઓફર 31 માર્ચ 2021ના રોજ પૂર્ણ થશે અને ઓફરનો લાભ માત્ર એકવખત જ લેવાશે. કેશબેક ક્લેમ કરવા માટે પહેલા પેમેન્ટ કરવાનું છે અને પછી તમારી સામે સ્ક્રેચ કાર્ડ આવશે. આ કાર્ડને ઓપન કરવા ઉપર કેશબેક મળી જશે. જો તે તમે સ્ક્રેચ કાર્ડને સ્ક્રેચ કરવાનું ભુલી જાઓ છો તો Cashback and Offers વાળા સેક્શનમાં જાઓ અને ફરી તેનો ઉપયોગ કરો. આ સ્ક્રેચ કાર્ડને 7 દિવસની અંદર ઉપયોગ કરવાનું રહેશે.

ગેસ

ફેબ્રુઆરીમાં ચાર વખત વધી કિંમત

આ સમયે દિલ્લીમાં 14.2 કિલોગ્રામ વાળા રસોઈ ગેસ સિલિન્ડનો ભાવ 819 રૂપિયા છે. કોલકાતામાં આ ભાવ 845 રૂપિયા, મુંબઈમાં 819 અને ચેન્નઈમાં 835 રૂપિયા છે. ફેબ્રુઆરીના મહિનામાં રસોઈ ગેસની કિંમતમાં ત્રણ વખત થઈ છે. 4 ફેબ્રુઆરીમાં આ 25 રૂપિયા, 15 ફેબ્રુઆરીના રોજ 50 રૂપિયા, 25 ફેબ્રુઆરીના રોજ 25 રૂપિયાનો વધારો થયો છે. 1 માર્ચના રોજ ફરીથી તેના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે.

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો