Last Updated on March 11, 2021 by
દેશમાં એક 80 વર્ષના વૃદ્ધ છેલ્લા 31 વર્ષથી પથ્થર ખાઈ રહ્યાં છે. તેઓ દરરોજ લગભગ 250 ગ્રામ પથ્થર ખાઈ છે. જ્યારે આ વિશે ડોક્ટરોને ખબર પડી તો ડૉક્ટરો પણ દંગ રહી ગયા છે. તેમની આ ટેવના કારણે તેમની આસપાસના ઘણાં લોકો પથ્થરવાળા બાબા તરીકે ઓળખે છે.
એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના સતારાના એક 80 વર્ષીય વૃદ્ધ દરરોજ 250 ગ્રામ પથ્થર ખાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લાં 31 વર્ષોથી પથ્થર ખાઈ રહ્યાં છે. આ વ્યક્તિનું નામ રામભાઉ બોડકે છે. ગામના ઘણાં લોકો રામભાઉ બોડકેને પથ્થરવાળા બાબા પણ બોલાવે છે.
એક વખત અચાનક જ પેટમાં દુ:ખાવો શરૂ થવા લાગ્યો હતો
એક ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે તેઓ 1989માં મુંબઈમાં કામ કરવા ગયા હતા ત્યાં તેમને અચાનક પેટમાં દુ:ખાવો થવા લાગ્યો. ત્રણ વર્ષ સુધી સારવાર કરી. તેમ છતાં પેટનું દર્દ દુર થયું નહી. તે બાદ તેઓ સતારા આવી ગયા અને અહીં ખેતી કામ કરવા લાગ્યા. પરંતુ તેમને પેટમાં દુ:ખાવાની તકલીફ શરૂ જ રહી.
પથ્થર ખાવામાં મજા આવતી – રામભાઉ બોડકે
મળતી વિગતો અનુસાર ગામમાં રહેતા એક વૃદ્ધ મહિલાએ તેમને પથ્થર ખાવા જણાવ્યું. તેમણે તે વૃદ્ધ મહિલાની વાત માની રામભાઉ બોડકેએ પથ્થર ખાવાના શરૂ કરી દીધાં તો તેમને દર્દમાં થોડો આરામ મળ્યો. તે બાદ તેઓ દરરોજ પથ્થર ખાવા લાગ્યા. રામભાઉ 31 વર્ષથી દરરોજ પથ્થર ખાઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેને પથ્થર ખાવામાં મજા આવતી હતી. હવે તેમના ખીસ્સામાં હંમ્મેશા નાના-નાના પથ્થરના ટુકડાઓ હોય છે અને મન થાય ત્યારે ખાઈ લે છે.
સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે
આ કિસ્સો ત્યારે પ્રકાશમાં મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ વૃદ્ધને પેટમાં દુ:ખાવો થવાથી હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યાં. સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે. દરરોજ 250 ગ્રામ પથ્થર ખાવાથી લોકોની સાથે-સાથે ડૉક્ટરો પણ દંગ રહી ગયા છે. હાલ રામભાઉની સ્થિતિ સામાન્ય છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31