Last Updated on March 7, 2021 by
કેન્દ્ર સરકારે ઓગસ્ટ 2019માં છ સરકારી બેંકોને ચાર મોટી બેંકોમાં મર્જરનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ દેશમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 પર પહોંચી ગઇ. મર્જર પ્લાન અંતર્ગત ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાનું PNB માં મર્જર કરવામાં આવ્યું. સિંડિકેટ બેંકનું કેનરા બેંકમાં મર્જર કરવામાં આવ્યું. ઇલાહાબાદ બેંકનું મર્જર ઇન્ડિયન બેંકમાં કરવામાં આવ્યું. આ સિવાય આંધ્રા બેંક અને કોર્પોરેશન બેંકનું મર્જર યુનિયન બેંક ઑફ ઇન્ડિયામાં કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તે પહેલાં વિજયા બેંક અને દેના બેંકનું બેંક ઑફ બરોડામાં વિલય કરવામાં આવ્યું હતું.
જૂની બેંકિંગ મોબાઇલ એપ અને ઇન્ટરનેટ બેંકિંગ પણ કામ નહીં કરી શકે
બેંકોનું ટેક્નિકલ મર્જર જે રીતે થઇ રહ્યું છે, નિયમ પણ બદલાતા જઇ રહ્યાં છે. જો કોઇ બેંકનું મર્જર થઇ રહ્યું છે તો એકાઉન્ટ નંબરમાં કોઇ જ ફેરફાર નહીં થાય, પરંતુ IFSC કોડ બદલાઇ જશે. આ સિવાય જૂની બેંકની ચેક બુક પણ કામની નહીં રહે. આ સિવાય ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગ પણ બદલાઇ જશે. જૂની બેંકિંગ મોબાઇલ એપ અને ઇન્ટરનેટ બેંકિંગ કામ નહીં કરી શકે. અનેક બેંકો માટે આ પ્રક્રિયા પૂર્ણ થઇ ચૂકી છે અને ગ્રાહકોને એવી અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ પોતાના માટે નવા IFSC કોડ જાણી લે. જેનાથી ટ્રાન્ઝેક્શનમાં પરેશાની નહીં થાય. હવે જૂના કોડ અને જૂની એપ કોઇ જ કામની નથી રહી ગઇ.
ટેક્નિકલ મર્જરનું કામ પૂર્ણ થઇ ચૂક્યું છે
ઉદાહરણ તરીકે, યુનિયન બેંક ઑફ ઇન્ડિયામાં આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકનું ટેક્નિકલ મર્જરનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. એકાઉન્ટ નંબરમાં કોઈ જ ફેરફાર નહીં થાય પરંતુ આઈએફએસસી કોડ અને ચેક બુક જરૂરથી બદલાશે. યુનિયન બેંકે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ‘1 એપ્રિલ 2021થી આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંકના આઈએફએસસી કોડ બદલાઇ જશે. 1 એપ્રિલથી, આંધ્ર બેંકનો આઈએફએસસી કોડ UBIN08 અને કોર્પોરેશન બેંકનો આઈએફએસસી કોડ UBIN09 હશે.’
Dear Customers, we request you to update your IFSC! Existing IFSC of e-corporation bank and e-Andhra Bank will be discontinued from April 1, 2021! Update it on or before March 31, 2021#UnionBankOfIndia pic.twitter.com/q7vaiqFOfL
— Union Bank of India (@UnionBankTweets) March 4, 2021
આ રીતે જાણો તમારો IFSC કોડ
તમે ઓનલાઇન સત્તાવાર વેબસાઇટ દ્વારા તમારા નવા આઈએફએસસી કોડને જાણી શકો છો. એ માટે સૌ પહેલાં સત્તાવાર વેબસાઇટ
www.unionbankofindia.co.in પર જાઓ. જ્યાં amaigamation Centre પર ક્લિક કરો. ત્યાર બાદ તમે અપડેટ કરેલા આઇએફએસસી કોડને જાણી શકશો. આ સિવાય તમે કસ્ટમર કેર નંબર 18002082244 અથવા 18004251515 અથવા 18004253555 પર કૉલ કરી શકો છો. જો તમે ઇચ્છતા હોવ તો તેમાં મેસેજ પણ કરીને તમે આ વિશેની માહિતી મેળવી શકો છો. એ માટે તમારે IFSC લખીને 9223008486 પર મેસેજ મોકલવાનો રહેશે.
इंडियन बैंक में इलाहाबाद बैंक के समामेलन के दौरान आपके सहयोग के लिए धन्यवाद। इस सहयोग ने समामेलन की राह को सहज बनाया है। आपसे अनुरोध है कि 15 फरवरी, 2021 से प्रभावी होने वाले प्रमुख परिवर्तनों को कृपया नोट कर लें। आपको बेहतर सुविधाएं प्रदान करने के लिए हमें सहयोग दें। pic.twitter.com/o8b8odycWY
— Indian Bank (@MyIndianBank) February 15, 2021
અલ્હાબાદ બેંકનું ઈન્ડિયન બેંક (Indian Bank) સાથે ટેક્નિકલ મર્જર થઇ ગયા બાદ 15 ફેબ્રુઆરીથી Allahabad Bank ની શાખાઓના IFSC કોડ (IFSC Code) બદલાઈ ગયો છે. હવે તમારી શાખાના જૂના IFSC કોડ કામ નહીં કરે. જો કોઈ જૂના કોડનો ઉપયોગ કરશે તો પૈસા ટ્રાન્સફર નહીં કરી શકાય. Indian Bank એ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
આ રીતે મળશે નવા IFSC કોડ
ઇન્ડિયન બેંકએ પોતાના ટ્વિટમાં ખાતાધારકોને નવો IFSC કોડ પ્રાપ્ત કરવાની પ્રોસેસ ગણાવી છે. બેંકના જણાવ્યા અનુસાર, નવા IFSC કોડને પ્રાપ્ત કરવા માટે www.indianbank.in/amalgamation ટેબમાં લોગ ઇન કરો અને જૂના IFSC કોડને નાખો. IFSC ફોર્મેટમાં પોતાના મોબાઇલ નંબરથી 9266801962 પર SMS કરો. ગ્રાહકોને સૂચના આપવામાં આવે છે કે, તેઓ ચૂકવણી (RTGS, NEFT एवं IMPS) માટે 15 ફેબ્રુઆરી 2021થી અને તેનાથી આગળ પણ ‘IDIB’… થી શરૂ થનારી ઇન્ડિયન બેંકનો IFSC કોડનો જ ઉપયોગ કરે.
આ સિવાય સિન્ડિકેટ બેંકને કેનરા બેંકમાં મર્જ કરવામાં આવશે. આ નવો નિયમ 1 એપ્રિલથી અમલમાં આવશે. જો તમારું અગાઉ સિન્ડિકેટ બેંકમાં એકાઉન્ટ રહ્યું છે તો તમારો કોડ બદલાઇ જશે, જેથી તમારે નવો કોડ જાણવો જરૂરી છે. આવી સ્થિતિમાં, બેંકે નવા આઈએફએસસી કોડ પણ જારી કર્યા છે, જે આગળ જતા તમારા નવા આઈએફએસસી કોડ થવાનો છે. https://www.canarabank.com/media/14675/convert_new.html આ લિંક પર ક્લિક કરીને સિન્ડિકેટ બેંકનો જૂનો આઈએફએસસી કોડ નાખવાનો રહેશે અને તમારો નવો કોડ તમારી સામે આવી જશે.
? Important Announcement regarding cheques and IFSC/MICR code | Take Note ? pic.twitter.com/BVM3Jug6DW
— Punjab National Bank (@pnbindia) January 23, 2021
પંજાબ નેશનલ બેંકમાં પણ થશે ફેરફાર
પંજાબ નેશનલ બેંક પોતાની સહયોગી બેંકો ઓરિએન્ટલ બેંક ઑફ કોમર્સ અને યુનાઇટેડ બેંક ઑફ ઇન્ડિયાની જૂની ચેકબુક અને આઈએફએસસી અથવા એમઆઈસીઆર કોડમાં ફેરફાર કરવા જઇ રહી છે. જો કે, જૂના કોડ 31 માર્ચ સુધી ચાલુ રહેશે પરંતુ બેંકે તેના ગ્રાહકોને નવા કોડ લેવાનું કહ્યું છે, નહીં તો પછીથી સમસ્યાઓ સર્જાઇ શકે છે. જેથી 31 માર્ચ સુધીમાં કોઇ પણ રીતે નવો IFSC કોડ અને ચેકબુક મેળવવા પીએનબીએ ગ્રાહકોને નામે એક ટ્વિટ પણ કર્યું છે.
Dear customers, please make a note that the e-Vijaya and e-Dena IFSC Codes are going to be discontinued from 1st March 2021. It’s easy to obtain the new IFSC codes of the e- Vijaya and Dena branches. Simply follow the steps and experience convenience. pic.twitter.com/SgqrzwHf6e
— Bank of Baroda (@bankofbaroda) February 4, 2021
બેંક ઑફ બરોડાના ગ્રાહકો આ રીતે ચેક કરે
તમને જણાવી દઇએ કે, બેંક ઑફ બરોડાના આઈએફએસસી કોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ઇ-વિજયા અને દેનાનો આઈએફએસસી કોડ આ બેંકમાં વિલય થઇ ગયો છે. બેંક ઑફ બરોડાએ તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, ‘નવો આઈએફએસસી કોડ મેળવવો ખૂબ સરળ છે. બેંકે આ માટે એક સરળ રસ્તો પણ બતાવ્યો છે. ગ્રાહકોને નવા કોડ માટે બેંકની વેબસાઇટ પર જવા અથવા મેસેજનો આશરો લેવાનું કહ્યું છે. બેંકે આ માટે ટોલ ફ્રી નંબર પણ આપ્યો છે જે છે 18002581700 બેંક દ્વારા નવા આઈએફએસસી કોડ માટે મોબાઈલ નંબર 8422009988 પણ આપવામાં આવ્યો છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31