Last Updated on March 25, 2021 by
માણસને પોતાની શક્તિ દેખાડવાની તક જિંદગીમાં મળતી જ હોય છે. પરંતુ કેટલાક લોકો તેને ખોઈ બેસે છે તો કેટલાક લોકો કરી દેખાડે છે. પોતાની શક્તિ દેખાડવા માટે આત્મવિશ્વાસની જરૂરત હોય છે. હવે એક રિટાયર્ડ શિક્ષકે કમાલ કરી દેખાડ્યો હતો. તેણે 67 વર્ષની ઉંમરમાં પરીક્ષા પાસ કરી હતી.
સૌથી વધારે ઉંમરના વ્યક્તિ
તેનું નામ શંકરનારાયણન સંકરા પાંડિયન છે. તે પરીક્ષા પાસ કરનારા સૌથી મોટી ઉંમરના વ્યક્તિ છે. તો બીજી તરફ અને આઈઆઈટી કાનપુરથી એક 17 વર્ષના બાળકે સૌથી ઓછી ઉંમરમાં આ પરીક્ષાને પાસ કરી છે. તેનું નામ ઋતિક શર્મા છે. તે યુપીના દયાલબાગ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટમાં મેકેનિકલ એન્જીનિયરિંગનું ભણી રહ્યો છે.
જ્યારે પેપર દેવા ગયા તો…
તે જણાવી રહ્યાં છે કે, જ્યારે તે પેપર દેવા માટે ગયા હતા. ત્યારે એક્ઝામ સેન્ટરના સંચાલકો પણ વિચારમાં પડી ગયા હતા કે સ્ટુડન્ટની સાથે આવ્યા છે. કોઈએ વિચાર્યું ન હતું કે તે પણ પરીક્ષા દેવા માટે આવ્યો હોય. તેને ત્યાં બેસાડી દેવામાં આવ્યાં કે જ્યાં બાકી વિદ્યાર્થીઓના વાલીઓ બેઠા હતા. બાદમાં તેણે જણાવ્યું કે, પેપર દેવા માટે આવ્યાં છે. હવે તે આ વર્ષે ગ્રેજ્યુએટ એપ્ટીટ્યુડ ટેસ્ટ ઈન એન્જીનિયરીંગને પાસ કરી ચુક્યાં છે. તે ત્રણ પૌત્રોના દાદા છે.
શા માટે પરીક્ષા પાસ કરી ?
પહેલા જણાવી દઈએ કે, તમિલનાડુમાં ધ હિન્દુ કોલેજમાં શિક્ષક પણ રહી ચુક્યાં છે. કોમ્પ્યુટર સાઈન્સ અને મેથ્સ બંનેમાં યોગ્યતા પ્રાપ્ત કરી છે. તે સિવાય વર્ષ 1976માં ઈવીવીએમ પુષ્પમ કોલજ તંજાવુરથી એમએસસીનું ભણતર પુરૂ કર્યું છે. હવે તે Augmented Realityમાં રિસર્ચ કરવા ઈચ્છે છે. આને કહે છે જિજ્ઞાસા જે વઘતી જ જાય છે. શંકરનારાયણે જણાવ્યું કે, શીખવાનું ક્યારેય રોકાવું જોઈએ નહીં.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31