GSTV
Gujarat Government Advertisement

આનંદોઃ 2021માં વધશે 7.7% સેલેરી : જાણી લો ક્યા સેક્ટરમાં કેટલો મળશે વધારો, તમે તો આ સેક્ટરમાં નથી ને !

Last Updated on February 24, 2021 by

આ વર્ષે ભારતીય કંપનીઓ કર્મચારીઓના પગારમાં સરેરાશ 7.7 ટકાની વૃદ્ધિ કરી શકે છે. જો કે, સારા કામ કરનારને પગારમાં 60 ટકાનો વધારો થઈ શકે છે. ગ્લોબલ પ્રોફેશનલ સર્વિસિસ ફર્મ એઓન (Aon) કંપનીએ સેલેરી ગ્રોથ અંગે એક સર્વેમાં આ વાત જણાવી છે. 2020માં ભારતીય કંપનીઓએ સરેરાશ 6.4 ટકા સુધી પગાર વધાર્યો હતો.

આ અહેવાલ અનુસાર, જાપાન, અમેરિકા, ચીન, સિંગાપોર, જર્મની અને યૂકે જેવા મોટા દેશોના કર્મચારીઓના પગારમાં સરેરાશ 3.1થી 5.5 ટકા સુધીનો વધારાની સંભાવના છે. જે ભારતની સરખામણીએ ઓછો છે. હવે સેક્ટર પ્રમાણે વાત કરીએ તો, ઈ-કોમર્સ અને વેન્ચર કેપિટલ ફર્મ્સ પોતાના કર્મચારીઓના પગારમાં 10.10 ટકા સુધીનો વધારો કરશે. ત્યાર બાદ સરેરાશ 9.7 ટકા સાથે ટેક કંપનીઓ, 8.8 ટકા સાથે આઈટી કંપનીઓ અને 8.1 ટકા સાથે ઈન્ટરટેઈનમેન્ટ અને ગેમિંગ કંપનીઓ સામેલ છે.

કેમિકલ અને ફાર્મા કંપનીઓ પણ પોતાના કર્મચારીઓને 8 ટકા ગ્રોથ આપશે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રોફેશનલ સર્વિસિસ સેક્ટરમાં 7.9 ટકા અને ફાઈનાન્શિયલ સંસ્થા આ વર્ષે પોતાના કર્મચારીઓના પગારમાં 6.5 ટકા સુધીનો વધારો કરી શકે છે. આ સર્વે માટે લગભગ 1200 કોર્પોરેટ હાઉસિસ પાસેથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે. સર્વે અનુસાર, હોસ્પિટેબિલિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ અને એન્જીનિયરિંગ સર્વિસિસ જેવા સેક્ટર જેના પર કોરોનાની સૌથી વધુ અસર થઈ છે. એવા સેક્ટર્સમાં સરેરાશ 5.5થી 5.8 ટકા સુધીની સેલેરી વધી શકે છે.

સર્વે રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, 93.5 ટકા સંસ્થાઓને 2021માં સારો બિઝનેસ મળવાની અપેક્ષા છે. આનાથી તે પોતાના કર્મચારીઓનો પગાર વધારી શકશે. જ્યારે 6.5 ટકાને લાગે છે કે તેનો બિઝનેસ આ વર્ષે પણ ખાસ પ્રદર્શન નહિં કરી શકે અને કર્મચારીઓના પગારમાં સરેરાશ વધારો કરવા તેમણે અમુક પડકારોનો સામનો કરવો પડશે. 60 ટકા સંસ્થાઓએ માન્યું કે, તેમની સ્થિતિ વધુ સારી થઈ રહી છે અને તેઓ આ વર્ષે પોતાના કર્મચારીઓના પગારમાં 9.1 ટકાનો વધારો કરી શકે છે. સર્વે રિપોર્ટમાં આ વર્ષે રોજગાર વધવાની વાત પણ કહેવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો