GSTV
Gujarat Government Advertisement

મહામારી/ દેશના 6 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ગંભીર, 84 ટકા કેસો માત્ર આ રાજ્યોમાં, જાણી લો ગુજરાત છે કે નહીં?

Last Updated on March 10, 2021 by

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે કહ્યું કે દેશમાં કોવિડ-19 નાં એક દિવસ પહેલા બહાર આવેલા 17,921 નવા કેસ માંથી 83.76 ટકા કેસ છ રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં નોંધવામાં આવ્યા છે. મંત્રાલયનાં આંકડા પ્રમાણે દેશમાં સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 1.84 લાખ છે, જે કુલ કેસના 1.64 ટકા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી 56 દર્દીઓનાં મોત થયા

દેશમાં અત્યાર સુધી કરાયેલા ટેસ્ટની સંખ્યા 22 કરોડને પાર કરી ગઇ છે, અને દરરોજ સંક્રમણનો દર 2.43 ટકા છે, મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા કેસ આવવાનો ક્રમ ચાલું જ છે, અને આ રાજ્યામાં 9,927 અને કેસ નોંધાયા છે, ત્યાર બાદ કેરળમાં 2,316 અને પંજાબમાં 1,027 નવા કેસ આવ્યા છે. મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે આ રોગચાળાથી દેશભરમાં 133 અને દર્દીઓની મોત થઇ છે, અને મોતનાં 77.44 ટકા કેસ પાંચ રાજ્યોમાં નોંધાઇ ગયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી 56 દર્દીઓનાં મોત થયા, ત્યાર બાદ પંજાબમાં 20 અને કેરળમાં 16 દર્દીઓનાં મોત થયા.

કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક દિવસમાં કોવિડ-19થી કોઇનું પણ મોત થયું નથી

દેશમાં 19 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એક દિવસમાં કોવિડ-19થી કોઇનું પણ મોત થયું નથી, આ રાજ્યોમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ઓડિસા, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, પુડુચેરી, લક્ષદ્વિપ, સિક્કિમ,લદ્દાખ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, દમણ અને દીવ, ત્રિપુરા, મિઝોરમ, અંડમાન અને નિકોબાર દ્વીપ સમુહ અને અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. એક રિપોર્ટ મુજબ બુધવારે સવારે 7 વાગ્યા સુધી 3,39,145 સત્રો દ્વારા રસીના 2.43 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

એડવાન્સ ફ્રન્ટ સ્ટાફને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો

આમાં 71,30,098 આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટ લાઇનનાં 69,36,480 કર્મચારીઓનો સમાવેશ થાય છે જેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 38,90,257 આરોગ્ય કર્મચારીઓ અને 4,73,422 એડવાન્સ ફ્રન્ટ સ્ટાફને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. આ સિવાય, પ્રથમ ડોઝ 45 વર્ષથી વધુની વયનાં અને ગંભીર બિમારીઓથી પિડાતા 8,33,526 લોકોને અને 60 વર્ષ કે તેનાથી વધુ વયનાં51,04,123 લાભાર્થીઓને આપવામાં આવ્યો છે.

રસીકરણના 53માં દિવસે 52,351 સત્રોમાં રસીના 13.5 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

રસીકરણના 53માં દિવસે 52,351 સત્રોમાં રસીના 13.5 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા. તેમાંથી 10,60,944 લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 2,98,229 આરોગ્ય કર્મચારીઓ અને એડવાન્સ ફ્રન્ટ સ્ટાફને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો