GSTV
Gujarat Government Advertisement

રાજસ્થાનમાં દારૂની દુકાનની હરાજીમાં લાગી 510 કરોડની બોલી, એક જ પરિવારની મહિલાઓનો વટ

Last Updated on March 7, 2021 by

રાજસ્થાનમાં હાલ દારૂની દુકાનોની હરાજી ચાલી રહી છે. તેને અનુસંધાને હનુમાનગઢ જિલ્લાના કુઈયાં ગામ માટે દારૂની દુકાનની બોલી લગાવાઈ રહી હતી. દારૂની દુકાન માટેની બોલીની શરૂઆત 72 લાખ રૂપિયાથી થઈ હતી અને સતત વધતી જતી હતી. આ દુકાન પર કબજો મેળવવા માટે એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે હોડ જામી હતી. બંને મહિલાઓ વચ્ચે રસાકસીની શરૂઆત સવારે 11 વાગે થઈ હતી અને છેક રાતે 2 વાગે 510 કરોડ રૂપિયાની બોલી સાથે સમાપ્ત થઈ હતી.

રાજસ્થાન

ગત વર્ષે 65 લાખમાં દુકાન વેચાયેલી

કુઈયાં ગામ ખાતે આવેલી દારૂની આ દુકાન ગયા વર્ષે આશરે 65 લાખ રૂપિયામાં વેચાઈ હતી. આ વર્ષે દારૂની દુકાન માટે બોલીની શરૂઆત 72 લાખ રૂપિયાથી કરવામાં આવી હતી. આ દુકાન ખરીદવા માટે કુઈયાં ગામના એક પરિવારની બે મહિલાઓ વચ્ચે જ સંઘર્ષ જામ્યો હતો. આટલી લાંબી બોલી લગાવ્યા બાદ આબકારી અધિકારીઓના હાથ-પગ ફુલવા લાગ્યા હતા.

510 કરોડની બોલી લગાવી

આબકારી વિભાગના અધિકારીઓએ રાતે બે વાગ્યે બોલી સમાપ્ત થયા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. 510 કરોડ રૂપિયાની બોલી લગાવનારી મહિલા કિરણ કંવરને બે દિવસની અંદર દુકાનની કુલ કિંમતના બે ટકા રૂપિયા જમા કરાવવા કહેવામાં આવ્યું છે. જો કે, આબકારી અધિકારીઓને હજુ પણ આ બોલી પર વિશ્વાસ નથી થઈ રહ્યો. તેમણે બોલીના હિસાબથી કિરણ કંવરના પક્ષમાં એલોટમેન્ટ લેટર જાહેર કરી દીધો છે. સાથે જ જો આ બીડનો વિજેતા દુકાન નહીં લે તો તેને ભવિષ્યમાં બ્લેકલિસ્ટ કરવામાં આવશે તેમ કહ્યું છે.

ગેહલોત સરકાર દ્વારા વ્યવસ્થાની શરૂઆત

હકીકતે રાજસ્થાનમાં દારૂની દુકાનોની આ પ્રકારે બોલી લગાવવાનો લોકો વિરોધ કરી રહ્યા છે. જે દુકાનો પહેલા 5થી 10 લાખમાં વેચાતી હતી તે હવે 5થી 10 કરોડમાં વેચાય છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ બેરોજગારોને તક આપવા અને શરાબ માફિયાઓનો અંત લાવવા બોલીની સિસ્ટમ સમાપ્ત કરીને લોટરી સિસ્ટમ રાખી હતી પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત 15 વર્ષ જૂની વ્યવસ્થાનો અંત લાવીને ફરીથી દુકાનોની હરાજી કરાવી રહ્યા છે. દારૂની દુકાનોની હરાજીના કારણે સરકારને મહેસૂલ તરીકે હજારો કરોડ રૂપિયા મળી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો