Last Updated on March 12, 2021 by
એક એપ્રિલથી નવા નાણાંકીય વર્ષ (Financial Year) ની શરૂઆત થવાની છે. ત્યારે એવામાં કેટલાંક જરૂરી કામ બાકીના દિવસોમાં ફટાફટ પતાવી દો નહીં તો તમને મોટું નુકસાન થઇ શકે છે. ઇન્કમ ટેક્સ (Income Tax) માં છૂટછાટ મેળવવા માટે રોકાણ અને આધાર (Aadhaar) ને પાન કાર્ડ સાથે લિંક કરવા જેવાં જરૂરી કામો તમારે આ જ મહીને કરવાના છે. આ સાથે જ તમે ઘર ખરીદવા માટે સસ્તી હોમ લોનનો પણ ફાયદો ઉઠાવી શકો છો.
ઇન્કમ ટેક્સમાં છૂટ માટે રોકાણ
જો તમે ચાલુ વેપારી વર્ષમાં ટેક્સની છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવા ઇચ્છો છો તો તેને 31 માર્ચ સુધી પતાવી દો. ઇન્કમ ટેક્સ એક્ટના અનેક સેક્શન જેવાં કે, 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલ રોકાણ પર ટેક્સની છૂટનો ફાયદો મળે છે. ઇન્કમ ટેક્સના સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સની છૂટ લઇ શકાય છે.
Aadhaar-PAN કાર્ડ લિંક કરાવી લો
પાનકાર્ડને આધાર સાથે લિંક કરાવવાની અંતિમ તારીખ 31 માર્ચ છે. જો તમે 31 માર્ચ સુધી પોતાના પાન કાર્ડને આધાર સાથે નથી જોડ્યું તો તે ગેરમાન્ય થઇ જશે. એવામાં તે ડિએક્ટિવેટ થાય તે પહેલાં જ 31 માર્ચ સુધીમાં આધાર-પાનને લિંક કરી લો.
સસ્તી હોમ લોનનો ફાયદો
સ્ટેટ બેંક ઑફ ઇન્ડીયા SBI , HDFC, કોટક મહિન્દ્રા અને ICICI બેંકે હોમ લોનના વ્યાજ દર ઓછાં કરી દીધાં છે. જો તમે ઓછાં વ્યાજ દર પર હોમ લોન લેવા ઇચ્છો છો તો તમારે 31 માર્ચ 2021 સુધીમાં એપ્લાય કરવાનું રહેશે. આ સ્કીમ અંતર્ગત SBI, HDFC અને ICICI બેંક 6.70% ના વ્યાજ પર લોન આપી રહ્યાં છે. કોટક મહિન્દ્રા બેંક 6.65 % ના વ્યાજ પર હોમ લોન આપી રહેલ છે.
PM કિસાનમાં રજિસ્ટ્રેશન
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 7 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલી દેવાયા છે. જે લોકો અત્યાર સુધી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા, તેઓ જો 31 માર્ચ પહેલાં એપ્લાય કરી દે છે અને તેમની એપ્લિકેશનને જો સ્વીકાર કરી લેવામાં આવે છે તો હોળી બાદ તેને 2000 રૂપિયા મળશે, કે જે એપ્રિલ અથવા મે સુધી ખાતામાં આવી જશે. આ યોજના અંતર્ગત સરકાર વાર્ષિક 6000 રૂપિયા બે-બે હજારના હપ્તામાં આપે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવાનો મોકો
જો તમે ખેડૂત છો અને અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) નથી બનાવી શક્યા તો નિરાન ના થાઓ. સરકાર 31 માર્ચ સુધી અભિયાન ચલાવીને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવી રહી છે. જે ખેડૂતોને હજી સુધી KCC નથી મળ્યું, તેઓ પોતાની નજીકની બેંક શાખામાં જઇને સંપર્ક કરી શકે છે. એ માટે સરકારે KCC બનાવવાની પ્રક્રિયાને સરળ કરી દીધી છે. હવે ખેડૂતોને એક સરળ ફોર્મ ભરવાનું રહેશે અને 15 દિવસોની અંદર કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31