Last Updated on February 24, 2021 by
કેન્દ્ર સરકાર તરફથી દિકરીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા અને તેના ભણતર અને લગ્ન માટેન ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ (Sukanya Samriddhi Account)ની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરની બાળકીનું ખાતુ ખોલાવવામાં આવી શકાય છે, જે કે પોસ્ટ ઑફિસ અથવા કોઇપણ મોટી બેંકમાં સરળતાથી ખોલાવી શકાય છે. આમ તો સ્કીમ અંતર્ગત મહત્તમ બે બાળકીઓનું જ ખાતુ ખોલાવી શકાય છે પરંતુ કેટલાંક વિશેષ મામલામાં 3 બાળકીઓનું ખાતુ પણ સ્કીમ અંતર્ગત ખોલાવી શકાય છે.
તમે પણ આ સરકારી સ્કીમમાં ઘણાં ઓછા પૈસાના રોકાણથી પોતાની દિકરીનું ભવિષ્ય સુરક્ષિત બનાવી શકો છો. આ સ્કીમ અનેક ફાયદા છે. નિશ્વિત આવકની સાથે મૂડીની સુરક્ષા આ સ્કીમની ખાસિયત છે. તો ચાલો તમને જણાવીએ કે આ સ્કીમના 5 મોટા ફાયદા.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના 5 મોટા ફાયદા
1. સુકન્યા સમૃદ્ધિ ખાતાને મિનિમમ 250 રૂપિયામાં ખોલાવી શકાય છે અને એક નાણાકીય વર્ષમાં મિનિમમ જમા 250 રૂપિયા અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
2. આ સ્કીમ દિકરીઓના શિક્ષણ અને તેના લગ્ન માટે રકમ એકઠી કરવામાં મદદ કરે છે. હાલ સ્કીમ અંતર્ગત 7.6 ટકા વ્યાજ મળે છે.
3. ઇનકમ ટેક્સ કાયદાના સેક્શન 80સી અંતર્ગત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવા પર ટેક્સ છૂટ પણ મળે છે. એટલે કે વાર્ષિક 1.5 લાખ રૂપિયાના રોકાણ પર તમે ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો.
4. સુકન્યા સમૃદ્ધિ સ્કીમથી મળતુ રિટર્ન પણ ટેક્સ ફ્રી છે. 31 માર્ચ સુધી સુકન્યા સમૃદ્ધિ સ્કીમમાં રોકાણ કરવા પર તમે આ નાણાકીય વર્ષ માટે ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકો છો.
5. દિકરીના 18 વર્ષની થવા પર તેના ઉચ્ચ શિક્ષણ માટે સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી 50 ટકા સુધી રકમ સરળતાથી ઉપાડી શકાય છે.
આટલા રૂપિયાથી કરી શકાય છે રોકાણ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં માત્ર 250 રૂપિયાથી ખાતુ ખોલાવી શકાય છે. એટલે કે જો તમે દરરોજ 1 રૂપિયાની પણ બચત કરો છો તો પણ તમે આ સ્કીમનો લાભ લઇ શકો છો. કોઇ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જરૂર જમા કરાવવા જોઇએ. કોઇ એક નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતામાં એકવાર અથવા અનેકવારમાં 1.5 લાખ રૂપિયાથી વધુ જમા ન કરી શકાય.
કેવી રીતે ખોલાવી શકો છો ખાતુ
સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતુ કોઇ પોસ્ટ ઑફિસ અથવા કમર્શિયલ બ્રાંચ અધિકૃત શાખામાં ખોલી શકાય છે. આ યોજના અંતર્ગત એકાઉન્ટ બાળકીનો જન્મ લીધા બાદ 10 વર્ષથી ઓછી ઉંમરમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરીને ખોલાવી શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31