GSTV
Gujarat Government Advertisement

જલ્દી કરો/5000થી ઓછી કિંમતમાં મેળવો જીયોની, સેમસંગ, આઈટેલના ફોન, મળી રહી છે 5000mAhની બેટરી

Last Updated on March 22, 2021 by

ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનની રેન્જ જોઈએ તો એક લાખ સુધીની કિંમત વાળા સ્માર્ટફોન મળી જશે. પરંતુ આજે અમે તમને જણાવી રહ્યા છે 5000રૂપિયાથી ઓછી કિંમતમાં આવતા ફોન અંગે, જે 5000 MAH સુધી બેટરી આપે છે.

GIONEE Max

જીયોની ફ્લિપકાર્ટ પર પોતાનો જીયોની મેક્સ વેચી રહી છે. જેમાં 5,000mAh દૂધી બેટરી આપે છે. ફોન 6.1 ઇંચના એચડી પ્લસ ડિસ્પ્લે સાથે આવે છે. આ ફોન ઓક્ટાકોર પ્રોસેસર, 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપે છે. સાથે જ એમાં બેક પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. જેમાં પ્રાઈમરી કેમેરો 13 મેગાપિક્સલનો છે અને બીજો ડિજિટલ કેમેરો છે. સેલ્ફી માટે કંપનીએ એમાં 5 મેગાપિક્સલ કેમેરો આપ્યો છે.

SAMSUNG M01 core

SAMSUNG M01 coreની અધિકારીક વેબસાઈટ પર કિંમત 4999 રૂપિયા છે . આ ફોનમાં 3000mAh બેટરી છે. જે સિંગલ ચાર્જ પર આખો દિવસ ચાલે છે. એમાં 5.3 ઇંચની ફુલએચડી પ્લસ ડિસ્પ્લે છે. આ ફોન 1 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. એમાં 512 જીબીનો માઈક્રોએસડી કાર્ડ લાગે છે. ફોનમાં 8 મેગાપિક્સલ રિયર કેમેરો અને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે.

Itel A25 Pro

Flipkart

Itelના આ ફોનમાં 3020mAhની બેટરી આપવામાં આવી છે. સાથે જ 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. આ ફોનમાં 5 મેગાપિક્સલ રિયર કેમેરો છે જયારે 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો છે. એમાં 5 ઇંચની ડિસ્પ્લે અને ઓક્ટાકોર પ્રોસેસ આપવામાં આવ્યું છે.

Maplin Kekai Alpha 4G

આ સ્માર્ટફોન એમેઝોન પર હાજર છે અને એમાં 4000mAhની બેટરી આવે છે. જેની કિંમત 4,988 રૂપિયા છે. આ ફોનમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. એમેઝોન પર આપવામાં આવેલી માહિતી મુજબ, આ ફોન જીઓ સિમને સપોર્ટ કરે છે. આ ફોનમાં 5.5 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો