Last Updated on April 10, 2021 by
બચતની વાત આવતા જ સૌથી પહેલા લોકો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) વિશે વિચારે છે. કારણ કે તે એક સૌથી પ્રચલિત સ્કીમ છે. પરંતુ કોરોનાકાળના કારણે તેના પર મળતા વ્યાજદરમાં ઘટાડો થયો છે. આવી પરિસ્થિતિમાં તમે તમારા રૂપિયાનું એવી જગ્યાએ રોકાણ કરો જ્યાં સારુ રિટર્ન મળી શકે છે. ચાલો જાણીએ એવી સ્કીમ વિશે જે સારા રિટર્ન સાથે સુરક્ષિત પણ છે.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC) સ્કીમ એક સારો વિકલ્પ છે. તેમાં FDથી વધારે વ્યાજ મળી રહ્યો છે. હાલ તેના પર અંદાજે 6.8 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં તમે ન્યૂનતમ 1000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. જ્યારે મહત્તમની કોઈ મર્યાદા નથી. તમે તેમાં બાળકોના નામે પણ ખાતું ખોલાવી શકો છો.
કિસાન વિકાસ પત્ર (KVP)
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (KVP) સ્કીમ ખૂબ જ પોપ્યુલર છે. તેમાં તમને 6.9 ટકા વ્યાજ મળશે. તેમાં રોકાણ માટે ન્યૂનતમ ઉંમર 18 વર્ષ હોવી જોઇએ. તેમાં સિંગલ અને જોઇન્ટ કોઇ પણ અકાઉન્ટ ખોલાવી શકાય છે. તેમાં બાળકો માટે પણ ખાતું ખોલાવી શકાય છે, જોકે તે ખાતું બાળકોના વાલીઓને જોવાનું રહેશે. જો તમે પોલિસીથી બહાર આવવા માંગો છો, તો 2.5 વર્ષ પછી પોલિસી છોડી શકો છે. તેમાં ન્યૂનતમ રોકાણની રકમ એક હજાર રૂપિયા છે.
મંથલી ઇનકમ સ્કીમ (MIS)
આ સ્કીમ પણ પોસ્ટ ઓફિસની છે. તેમાં 6.6 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ 1000 રૂપિયાના મિનિમમ બેલેન્સથી ખાતું ખોલાવી શકાય છે. આ અકાઉન્ટથી તમારા માટે રેગ્યુલર ઇનકમની ગેરંટી સુનિશ્ચિત થઇ શકે છે. જો તમારે સિંગલ અકાઉન્ટ છે, તો તમે મહત્તમ 4.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. જોઇન્ટ અકાઉન્ટ હોય તો તેમાં મહત્તમ 9 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. પોલિસી 5 વર્ષમાં મેચ્યોર થશે.
ટાઇમ ડિપોઝિટ સ્કીમ
પોસ્ટ ઓફિસની ટાઇમ ડિપોઝિટ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ (FD) છે. તેમાં એક નક્કી કરેલા સમય માટે એકસાથે રોકાણ કરી નિશ્ચિત રિટર્ન અને વ્યાજનો લાભ લઇ શકાય છે. જો તમે 1થી 5 વર્ષ સુધીના સમયગાળા માટે અકાઉન્ટ શરૂ કરાવો છો, તો તેના પર 5.5થી 6.7 ટકા સુધી વ્યાજ મળશે. તેમાં રોકાણની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31