GSTV
Gujarat Government Advertisement

ખાસ સ્કીમ/ રોજ માત્ર 94 પૈસા ખર્ચીને મેળવો 4 લાખનો ઇન્શ્યોરન્સ, ઘરેબેઠા ઉઠાવો આ યોજનાનો લાભ

ઇન્શ્યોરન્સ

Last Updated on March 29, 2021 by

સરકાર દ્વારા સંચાલિત કેરેના બેંક, તેના તમામ ખાતાધારકોને વડા પ્રધાન જીવન જ્યોતિ બિમા યોજના (PMJJBY) અને વડા પ્રધાન સુરક્ષા બિમા યોજના (PMSBY) હેઠળ દરરોજ ફક્ત 94 પૈસામાં 4 લાખ રૂપિયાનો વીમો આપી રહી છે. આ બંને યોજનાઓ માટે અપ્લાય કરવું ખૂબ જ સરળ છે. હવે તમે ઇન્ટરનેટ બેંકિંગ અથવા મોબાઇલ બેન્કિંગ દ્વારા PMJJBY અને PMSBYમાટે અરજી કરી શકો છો. કેનરા બેંકે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. ચાલો આ યોજનાઓ વિશે બધું જાણીએ.

પોલિસી

PMJJBY શું છે?

PMJJBY એ એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે અને જો આ વીમો લેનાર વ્યક્તિનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા પ્રાપ્ત થાય છે. PMJJBYની શરૂઆત મોદી સરકારે 9 મે 2015 ના રોજ કરી હતી. આ યોજનાનું વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે. આ યોજના માટે કોઈ મેડિકલ ટેસ્ટની જરૂર નથી. પાત્રતા વિશે વાત કરીએ તો, 18 થી 50 વર્ષની વયના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. PMJJBY પોલિસી કોઈપણ તારીખે ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષે 31 મે સુધી રહેશે.

ઇન્શ્યોરન્સ

PMSBYશું છે?

PMSBYએક્સીડેંટ ઇન્શ્યોરન્સ છે . આમાં, વીમાધારકના મૃત્યુ પર અથવા તો તે વિકલાંગ થઇ જાય તો 2 લાખ રૂપિયા મળે છે. આ યોજનાનું પ્રીમિયમ વાર્ષિક માત્ર 12 રૂપિયા છે. આ યોજના દર વર્ષે ઑટો રિન્યૂ થાય છે અથવા તેને રિન્યૂ કરાવવી પડે છે.

આ યોજના દર વર્ષે રિન્યૂ કરવામાં આવે છે. આ યોજનામાં ત્રણ પ્રકારના લાભ છે પ્રથમ લાભ અકસ્માતમાં મૃત્યુ સાથે સંબંધિત છે. જો વીમાધારકનું મોત થાય છે, તો નોમિનીને 2 લાખ રૂપિયા મળશે. જો કોઈ વ્યક્તિ હાથ અથવા પગ અથવા આંખો અકસ્માતમાં ગુમાવે છે, તો તેને 2 લાખનો લાભ મળશે. જો એક આંખની રોશની ગુમાવે અથવા એક પગ અથવા હાથથી વિકલાંગ થઈ જાય, તો તેને 1 લાખનો લાભ મળશે.આ યોજના માટેની લઘુત્તમ વયમર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વયમર્યાદા 70 વર્ષ છે.

ઇન્શ્યોરન્સ

દરરોજ 94 પૈસા ખર્ચ કરો અને મેળવો 4 લાખ રૂપિયાનો ફાયદો

PMSBYનું વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે અને PMJJBYનું વાર્ષિક પ્રીમિયમ 330 રૂપિયા છે. એકંદરે, બંને વીમા માટેનું પ્રીમિયમ વાર્ષિક 342 રૂપિયા છે. એટલે કે, એક દિવસનું પ્રીમિયમ લગભગ 94 પૈસા થાય છે. તમે દરરોજ 94 પૈસા ખર્ચ કરીને 4 લાખ રૂપિયા મેળવી શકો છો.

ઇન્શ્યોરન્સ

અહીં સંપર્ક કરો

કેનેરા બેંકના ટ્વિટ મુજબ આ યોજનામાં જોડાવા માટે લાંબા ફોર્મ ભરવાની જરૂર નથી. તમે આ યોજનાને ઘરેથી નેટ બેન્કિંગ અથવા મોબાઇલ બેંકિંગમાં કનેક્ટ કરી શકો છો. વધુ માહિતી માટે, તમે www.canababank.com ની મુલાકાત લઈ શકો છો. અથવા તમે 1800 425 0018, 1800 208 3333, 1800 103 0018, 1800 3011 3333 પર કૉલ કરી શકો છો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો