GSTV
Gujarat Government Advertisement

20 માર્ચ/ આજનો દિવસ છે ખાસ, દિવસ-રાત રહેશે સરખા, આ બે સ્પેશિલ ડેઝની પણ ઉજવણી

દિવસ

Last Updated on March 20, 2021 by

શનિવાર તા.૨૦ માર્ચ, ફાગણ સુદ સાતમના દિવસે ત્રણ વિશેષ દિનનો ત્રિવેણી સંગમ છે જેમાં એક તરફ આ વસંત સંપાત (સ્પ્રિન્ગ ઈક્વિનોક્સ) છે અને આ દિવસ પછી દિવસ લાંબો અને રાત ટૂંકી થતી જાય છે. તો ઈ.સ.૨૦૧૨ના યુનાઈટેડ નેશન્સના ઠરાવથી આ દિવસ વર્લ્ડ હેપીનેસ ડે તરીકે ઉજવાય છે અને પર્યાવરણમાં જેનું અનેરું મહત્વ છે અને શહેરીકરણની દોડમાં જેની સંખ્યા ઘટવા લાગી તે ચકલીઓના સંરક્ષણ-સંવર્ધન માટે શનિવારે સ્પેરો ડેની પણ ઉજવણી થશે.

આજે ખાસ વિશ્વ દિનનો ત્રિવેણી સંગમ

ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ તા.૨૦ માર્ચ એવો દિવસ છે જ્યારે સૂર્ય ૧૪૮.૯૮૧ મિલિયન કિલોમીટર દૂર હશે અને તેના કિરણો સીધા ધરતીની ધરી ઉપર પર પડશે. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આ સંપાતકાળ શનિવારે બપોેરે ૩.૦૭ વાગ્યે છે પરંતુ, દેશમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય અલગ અલગ હોય છે.

રાજકોટમાં આ દિવસે ૬.૫૦ વાગ્યે ૯૦ ડિગ્રી પૂર્વમાં સૂર્યોદય થશે, સાંજે ૬.૫૭ વાગ્યે તે ૨૭૦ ડિગ્રી પશ્ચિમે આથમશે અને ૧૮૦ ડિગ્રીએ દક્ષિણમાં હશે ત્યારે બપોરે ૧૨.૫૪ વાગ્યે મધ્યાન્હ થશે. આ ઉપરાંત સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી સંધ્યા કાળ હોય છે જેને પૂણ્યકાળ ગણી શાસ્ત્રોક્ત રીતે તેનું ઘણુ મહત્વ હોય છે અને આ સમય સવારે ૫.૩૬ વાગ્યાથી અને સાંજે ૬.૫૭ પછી રાત્રિના ૮.૧૨ વાગ્યા સુધીનો રહેશે. શહેર મૂજબ આ સમયમાં નજીવો મિનિટમાં ફરક રહેતો હોય છે. પરંતુ, એકંદરે આ દિવસ ૧૨ કલાકનો દિવસ અને ૧૨ કલાકની રાત્રિ હોય છે અને પછી રાત્રિ ટૂંકી થતી જાય છે અને દિવસનું અજવાળુ ક્રમશઃ વધવા લાગે છે.

દિવસ

ખગોળશાસ્ત્ર મૂજબ આ દિવસથી વસંત ઋતુનો થતો પ્રારંભ

આ દિવસનું એક મહત્વ એ પણ છે કે અયનકાળ અને સંપાતકાળ મૂજબ આ દિવસથી વસંત ઋતુ (સ્પ્રિન્ગ સીઝન)નો આરંભ થતો હોય છે જે પ્રકૃતિમાં સૌદર્ય અને સુખદાયક ઋતુ મનાય છે.

તા.૨૦ માર્ચે જ વર્લ્ડ હેપીનેસ ડે ઉજવાશે. કોઈના જન્મ દિવસે, કોઈ ખાસ પર્વ ટાણે હેપ્પી બર્થ ડે, હેપ્પી ફલાણ ડે એવી શુભેચ્છાનો મારો સોશ્યલ મિડીયામાં ચાલતો હોય છે પરંતુ, શુ લોકો ખરેખર હેપ્પી, ખુશ રહે છે? શાસ્ત્રો અને તત્વ જ્ઞાાનીનો કોઈ પણ પરિસ્થિતિમાં તૃષ્ણા, મોહ, અહંકાર, વગેરેને ત્યાગીને તથા સમગ્ર વિશ્વનું સંચાલન કરતા ઈશ્વરમાં વિશ્વાસ-શ્રધ્ધા રાખીને સદા ખુશ રહી શકાય છે. કોરોના કાળમાં સૌથી મોટો ઈમ્યુનિટી બૂસ્ટર, રોગપ્રતિકારક ક્ષમતા વધારતી બાબત- સદા આનંદમાં રહેવું તે છે.

આ જ દિવસે ઉજવાતા વિશ્વ ચકલી દિવસની વિશેષતા એ છે કે એક સમયે ઘરે ઘરે ઘરચકલીઓનો કલરવ સાંભળવા મળતો હતો પરંતુ, હવે આધુનિક ઢબના બાંધકામો, એ.સી.ઓફિસ,રૂમમાં કેદ થવું, ઘર પાસે વૃક્ષોને બદલે એલીવેશન-સાઈન બોર્ડમાં લક્ષ્ય આપવાના વલણથી ચકલીઓ દૂર જવા લાગી છે. જો કે રાજકોટમાં કોરોના કાળમાં પ્રકૃતિ,વૃક્ષોની કિંમત સમજાઈ છે અને લોકો હવે બારીબારણથી ખુલ્લા પવન, આંગણે વૃક્ષો વાવતા થયા છે જેના પગલે ચકલીઓ પણ આવવા લાગી છે.

દિવસ

સૂર્યના કિરણો હવે સીધા પડશે તેથી ગરમી વધશે

તા.૨૦ માર્ચે સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે, આથી તેને વિષુવ કાળ પણ કહે છે. પૃથ્વી ગોળ દડાની જેમ સીધી નહીં પણ ૨૩.૫ ડીગ્રી નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી રહે છે, ભારત સહિતના રાષ્ટ્રો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં છે અને તેથી સૂર્યના ત્યાં સીધા કિરણો પડવાથી આ દિવસથી ગરમી પણ વધવા લાગે છે.

૪ ખગોળીય કાળ ક્યારે અને કઈ ઋતુ શરુ થાય? કઈ ચાર ઋતુઓનો આરંભ?

વર્ષમાં કૂલ ૨ સંપાત કે વિષુવકાળ (ઈક્વિનોક્સ) અને ૨ સોલ્સાટાઈસ (અયનકાળ) આવે છે તેની સાથે ચાર ખગોળશાસ્ત્રીય ઋતુઓ જોડાયેલી છે.

(૧)તા.૨૦ માર્ચ બપોરે ૩.૦૭ વાગ્યે વસંત સંપાતથી વસંત ઋતુનો આરંભ.

(૨) તા.૨૧ જૂન બપોરે ૨.૪૩થી અયનકાળથી ગ્રીષ્મ ઋતુ.

(૩) તા.૨૩ સપ્ટેમ્બરે રાત્રે ૧૨-૫૧ વાગ્યે શરદ સંપાતમાં શરદ અને પાનખર ઋતુ.

(૪) તા.૨૧ ડિસેમ્બરે ૩.૧૮ વાગ્યે અયનકાળથી શિયાળો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો