GSTV
Gujarat Government Advertisement

IND vs ENG: ચોથી T20માં ભારતના આ 2 ખેલાડીઓને અપાયા ખોટી રીતે આઉટ, થર્ડ અંપાયર પર ભડક્યા ફેન્સ

T20

Last Updated on March 19, 2021 by

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચમાં ખૂબ જ ખરાબ અંપાયરિંગ જોવા મળી. થર્ડ અંપાયર વીરેન્દ્ર શર્માએ આ T20 ઇંટરનેશનલ મેચમાં 2 ખોટા નિર્ણયો આપ્યા.

થર્ડ અંપાયરની પહેલી ભૂલ

જ્યારે સૂર્યકુમાર યાદવ અડધી સદી ફટકાર્યા બાદ મોટી ઇનિંગ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે થર્ડ અંપાયરના ખોટા નિર્ણયનું નુકસાન તેણે ભોગવવુ પડ્યુ. સૂર્યએ સેમ કુરેનના બોલને ફાઇન લેગ તરફ હિટ કર્યો ત્યારે ફીલ્ડર ડેવિડ મલાને ડાઇવ લગાવી અને કેચ કરવાનો પ્રયાસ કર્યો. રિપ્લોમાં બોલ જમીનને સ્પષ્ટપણે સ્પર્શતા દેખાઇ રહ્યો હતો પરંતુ ટીવી અંપાયરે ફીલ્ડ અંપાયરના આઉટના નિર્ણયને યથાવત રાખ્યો.

અંપાયર વીરેન્દ્ર શર્માની બીજી ભૂલ

19.4 ઓવરમાં જ્યારે ભારતીય બેટ્સમેન સુંદરે આર્ચરના બોલને હિટ કર્યો, ત્યારે બાઉન્ડ્રી પર રહેલા  ફીલ્ડર આદિલ રાશિદે બોલ કેચ કરી લીધો. રિપ્લે દરમિયાન બૉલને પકડતાં રાશિદનો પગ બાઉન્ડ્રીને સ્પર્શતા નજરે આવી રહ્યો હતો, તેમ છતાં ટીવી અંપાયરે સુંદરને આઉટ જાહેર કરી દીધો.

થર્ડ અંપાયર પર ભડક્યા ફેન્સ

આ T20 ઇંટરનેશનલ મેચ દરમિયાન થર્ડ અંપાયર વીરેન્દ્ર શર્માના બે-બે ખોટા નિર્ણયો પર ભારતીય ક્રિકેટ ફેન્સે વાંધો ઉઠાવ્યો છે. ટ્વિટર પર સતત ટીવી અંપાયરને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે, ત્યાં સુધી કે પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે પણ આ નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે.

ભારતે ચોથી T20માં ઇંગ્લેન્ડને આઠ રને હરાવીને શ્રેણી વિજયની આશા જીવંત રાખી

ભારતે ચોથી ટી-૨૦માં ઇંગ્લેન્ડને ૮ રને હરાવીને શ્રેણી વિજયની આશા જીવંત રાખી છે. ભારતના ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૫ રનના જવાબ સામે ઇંગ્લેન્ડની ટીમ ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૭૭ રન જ કરી શકી હતી. ભારત તરફથી પંડયાએ ચાર ઓવરમાં ફક્ત ૧૪ રન આપી બે વિકેટ ઝડપતા તથા શાર્દુલ ઠાકુર અને ચહરે બે-બે અને ભુવનેશ્વરે એક વિકેટ ઝડપી હતી. ઇંગ્લેન્ડ તરફથી જેસન રોય અને બેન સ્ટોક્સને બાદ કરતાં કોઈ ખાસ પ્રદાન આપી શક્યુ ન હતું. સ્ટોક્સ અને મોર્ગન સળંગ બે બોલમાં આઉટ થતાં ઇંગ્લેન્ડના વિજયની આશાનો અંત આવી ગયો હતો. 

આર્ચરે કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો

ભારતીય બેટ્સમેનો વૂડ અને આર્ચર સામે  ફરીથી નિષ્ફળ ગયા હતા. આર્ચરે ચાર ઓવરમાં ૩૩ રન આપી ચાર વિકેટ ઝડપી કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વૂડે ચાર ઓવરમાં ૨૫ રન આપી એક વિકેટ ઝડપી હતી. બંનેની આઠ ઓવરમાં ૫૮ રન ગયા હતા. આમ ભારતે આ બંને બોલરો સિવાયની બાકીની ૧૨ ઓવરમાં ૧૨૬ રન લીધા હતા. 

કોહલી રશીદ સામે ફરીથી નિષ્ફળ

વિરાટ કોહલી માટે ઇંગ્લેન્ડનો લેગ સ્પિનર રશીદ સ્ટ્રાઇક બોલર બનીને આવ્યો હયો તેવી સ્થિતિ છે. કોહલી આ સિરીઝમાં ચારમાંથી બે વખત કોહલી આઉટ થયો છે અને બંને વખત તેને રશીદે જ આઉટ કરવામાં સફળતા મેળવી છે. આમ કોહલી માટે રશીદ જાણે એક મોટો કોયડો બનીને આવ્યો છે. 

ઓપનરાનું ખરાબ ફોર્મ જારી

ઇંગ્લેન્ડ સામેની ચોથી ટી૨૦માં ભારતના ઓપનરો ફરીથી નિષ્ફળ ગયા હતા. ભારતે પહેલી વિકેટ ૨૧ રને જ રોહિત શર્માના સ્વરુપમાં ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ૧૨ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૨ જ રન કરી શક્યો હતો. જ્યારે રાહુલે આ સિરીઝમાં પહેલી વખત ડબલ ફિગર પર પહોંચતા ૧૭ બોલમાં બે ચોગ્ગાની મદદથી ૧૪ રન કર્યા હતા. 

 સૂર્યકુમાર યાદવે કારકિર્દીની પ્રથમ ઇનિંગમાં જ અડધી સદી ફટકારી

પ્રથમ ઇનિંગ જ રમી રહેલા સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરતાં ૩૧ બોલમાં ૩ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી ૫૭ રન કર્યા હતા. તેની વિસ્ફોટક બેટિંગે ભારતના સ્કોરબોર્ડને ફરતું રાખ્યું હતું. તેણે ૧૭૮ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. આમ બીજી મેચમાં ઇશાન કિશન પછી ચોથી મેચમાં સૂર્યકુમારની બેટિંગે ભારત માટે રંગ રાખ્યો હતો. સૂર્યકુમારે ૧૮૩.૮૭ના સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી હતી. તે  પહેલી જ ટી૨૦માં હાફ સેન્ચુરી કરનારો ભારતનો પાંચમો ખેલાડી બન્યો હતો. અગાઉ રહાણે અને ઇશાન કિશન આ સિદ્ધિ નોંધાવી ચૂક્યા છે. 

ઐયરે ફરીથી ઉપયોગિતા પુરવાર કરી

નીચલા ક્રમે ઉતરેલા ઐયરે ફરીથી શાનદાર બેટિંગ કરતા તેની ઉપયોગિતા પુરવાર કરી હતી. તેણે ફક્ત ૧૮ બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૩૭ રન કર્યા હતા. આમ તેણે ૨૦૫.૫૬ના સ્ટ્રાઇક રેટે બેટિંગ કરી હતી. 

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો