GSTV
Gujarat Government Advertisement

સુએઝ નહેરમાં જહાજ ફસાયાના છ દિવસ: 2 ટગ બોટ બોલાવવાની ફરજ પડી, લેવાશે મોટો નિર્ણય

Last Updated on March 29, 2021 by

ઈજિપ્તની સુએઝ નહેરમાં છ દિવસથી ફસાયેલું વિશાળકાય જહાજ હટાવવા માટે જહાજોને ખેંચવા માટે ઉપયોગમાં લેવાતી બે શક્તિશાળી બોટને કામે લગાવાઈ છે. જોકે, આ માલવાહક જહાજને ક્યારે નહેરમાંથી કાઢી શકાશે તે હજુ સ્પષ્ટ નથી. એશિયા અને યુરોપ વચ્ચે માલવાહક જહાજો માટેના મુખ્યમાર્ગ એવા સુએઝ નહેરમાં મંગળવારથી એવર ગીવન નામનું વિશાળ જહાજ ફસાયેલું છે.

સુએઝ નહેર

એશિયા અને યુરોપના વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ એવા સુએઝ નહેરના જળમાર્ગ પરથી દૈનિક નવ અબજ ડોલરનો વેપાર થાય છે. પરંતુ જાપાનીસ કંપનીનું જહાજ ફસાઈ જવાથી વૈશ્વિક પરિવહન તથા વેપાર પર તેની ખરાબ અસર પડી છે. મરીન ટ્રાફિક ડોટ કોમના સેટેલાઈટ ડેટા મુજબ ડચ ધ્વજવાળી એલ્પ ગાર્ડ અને ઈટાલિયન ધ્વજવાળી કાર્લો મેગ્નો પહેલાથી જ આ વિશાળકાય જહાજને હટાવવામાં કામે લાગેલી નૌકાઓની મદદ માટે બોલાવાયી છે. આ બંને બોટ રવિવારે પહોંચી હતી.

એવર ગિવેનની મેનેજમેન્ટ કંપની બર્નહાર્ડ શૂલ્ટ શિપમેનેજમેન્ટે જણાવ્યું કે, આ બધી શક્તિશાળી બોટ ૪૦૦ મીટર લાંબી એવર ગીવેનને હટાવશે. બીજીબાજુ આ જહાજની નીચેથી માટી કાઢવામાં આવી રહી છે. નહેર મેનેજમેન્ટના અધિકારીએ જણાવ્યું કે કર્મચારીઓએ રવિવારે ઊંચી લહેર દરમિયાન આ જહાજને હટાવવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું કે, તેમના માટે રવિવારનો દિવસ મહત્વપૂર્ણ છે. ત્યાર પછી જ જહાજને નહેરમાંથી બહાર કાઢવા માટેના આગળના પગલાં અંગે નિર્ણય લઈ શકાશે.

ટગ બોટ એવર ગીવેન જહાજને કાઢવામાં સફળ નહીં થાય તો અંદાજે ૨૦,૦૦૦ કન્ટેનરને લઈ જતા જહાજ પરથી આંશિકરૂપે સામાન ઉતારવામાં આવી શકે છે. જોકે, જહાજ પરથી સામાન ઉતારવામાં આવશે તો જહાજ વધુ કેટલાક દિવસો સુધી નહેરમાં ફસાયેલું રહે તેવી સંભાવના છે. એવર ગિવન જહાજના કારણે સુએઝ નહેરની બંને બાજુ અંદાજે ૩૨૦થી વધુ જહાજો આ જળમાર્ગ ખૂલે તેની રાહ જોઈ રહ્યા છે.

દરમિયાન જર્મનીની એક ઈન્સ્યોરન્સ કંપની અલાયન્સના અંદાજ મુજબ આ બ્લોકેજથી વૈશ્વિક શિપિંગ માર્કેટને ૬૦૦થી ૧૦૦૦ ડોલરનું નુકસાન થઈ શકે છે. અહેવાલો મુજબ કોરોના મહામારીના કારણે સામાનોની ડિલિવરીમાં પહેલાંથી જ અવરોધો સર્જાયા હતા. હવે આ બ્લોકેજે યુરોપીયન દેશોની મુશ્કેલી વધારી દીધી છે. વિશ્વનો ૧૨ ટકા વેપાર આ જળમાર્ગથી થાય છે. ગયા વર્ષે આ સમયમાં ૧૯,૦૦૦ જહાજ આ નહેરમાંથી પસાર થયા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો