GSTV
Gujarat Government Advertisement

ફાયદાનો સોદો/ દર મહિને 27 રૂપિયા આપીને મેળવો 2 લાખનો ઇન્શ્યોરન્સ, ઘણી કામની છે આ સરકારી સ્કીમ

પ્રીમિયમ

Last Updated on March 3, 2021 by

કોરોના આવ્યા બાદ લોકોએ Life insurance અને ખાસ કરીને Medical insuranceનું મહત્વ સમજ્યુ. આ મહામારીના કારણે મેડિકલ ઇન્શ્યોરન્સમાં ઘણો ઉછાળો આવ્યો છે. સરકાર સતત પ્રયાસ કરી રહી છે કે તેને સામાન્ય જનતા માટે અફોર્ડેબલ બનાવવામાં આવે.  સરકાર તમારા માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના (Pradhan Mantri Jeevan Jyoti Yojana) લઇને આવી છે. આ સ્કીમ અંતર્ગત એક વર્ષમાં ફક્ત 330 રૂપિયા ખર્ચ કરીને લાઇફ ઇન્શ્યોરન્સનો લાભ લઇ શકાય છે.

ઇન્શ્યોરન્સ

આ ઉંમરના લોકો લઇ શકે છે યોજનાનો લાભ

આ યોજનાના ફીચરની વાત કરીએ તો રિસ્ક કવરેજ 2 લાખ રૂપિયા છે. જો વીમા ધારકનું અચાનક મોત થઇ જાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા મળશે. આ યોજનાનો લાભ 18 વર્ષથી 50 વર્ષની ઉંમરના લોકો લઇ શકે છે. વાર્ષિક પ્રીમિયમ ફક્ત 330 રૂપિયા છે. એક મહિનાનું પ્રમિયમ ફક્ત 27.5 લાખ રૂપિયા હોય છે. 27 જાન્યુઆરી 2021 સુધી આ યોજના અંતર્ગત 9 કરોડ 88 લાખ 79 હજાર 708 લોકોએ એનરોલ કરાવ્યું છે. અત્યાર સુધી આ સ્કીમ અંતર્ગત 2 લાખ 8 હજાર 440 ક્લેમ જારી કરવામાં આવ્યા છે. જો તમે પણ આ યોજનાનો લાભ ઉઠાવવા માંગો છો તો કોઇપણ નજીકની સરકારી બેંકની બ્રાંચ પહોંચી શકો છો.

lpg

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શું છે

૧૮ થી ૫૦ વર્ષની વયની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. સંબંધિત વ્યક્તિનું બેંક ખાતું હોવું જોઈએ. પોલિસી માટે વર્ષે રૂપિયા ૩૩૦ જમા કરાવવા પડે છે. આ રૂપિયા દરવર્ષે લાભાર્થી વ્યક્તિના બેંકમાંથી સીધા કાપવામાં આવશે. વડા પ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ ૨ લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે.

વીમા

આ યોજના ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી

આ યોજના દેશના નાગરિકોને ઓછા ભાવે વીમા સુવિધા આપવા માટે મે,૨૦૧૫ માં રજૂ કરવામાં આવી. આઈ.પી.પી.બી. ઉપરાંત આ યોજના એલ.આઈ.સી. ની જેમ બીજા ખાનગી જીવન વીમા કંપનીઓ દ્વારા ચાલુ રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિ તેની બેંકમાં જઈને પણ માહિતી મેળવી શકે છે, ઘણી બેંકોમાં વીમા કંપનીઓ સાથે જોડાણ હોય છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો