Last Updated on March 3, 2021 by
1 એપ્રિલ (1st april 2021) થી કેન્દ્ર સરકાર નોકરીયાત વર્ગ માટે મોટો ફેરફાર કરી શકે છે. નોકરી કરનારા લોકોની ગ્રેચ્યુટી, પીએફ અને કામ કરવાના કલાકોમાં મોટો ફેરફાર કરી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કર્મચારીઓના પીએફમાં વધુ એક નફો થઇ શકે છે. સાથે તેમની ટેક હોમ સેલરી ઓછી થઇ શકે છે. આ સિવાય કંપનીઓની બેલેન્સ શીટમાં પણ અનેક પ્રકારના ફેરફાર પણ જોવા મળી શકે છે.
શું થઇ શકે છે ફેરફાર?
તમને જણાવી દઇએ કે, ગયા વર્ષે સંસદમાં પાસ કરવામાં આવેલા ત્રણ વેતન કોડ બિલ (કોડ ઑન વેજેજ બિલ) ના કારણે આ ફેરફાર થઇ શકે છે. આ બિલ આ વર્ષે 1 એપ્રિલથી લાગુ થવાની સંભાવના છે.
- સેલરીમાં થશે ફેરફાર – સરકારના પ્લાન અનુસાર, 1 એપ્રિલથી મૂળ વેતન (સરકારી નોકરીઓમાં મૂળ વેતન અને મોંઘવારી ભથ્થું) કુલ સેલરીના 50 ટકા અથવા તો તેનાથી વધારે હોવું જોઇએ. સરકારનો દાવો છે કે, આ ફેરફારથી એમ્પ્લોયર અને શ્રમિક બંનેને ફાયદો થશે.
- પીએફમાં થઇ શકે છે મોટો નફો – આ સિવાય નવા નિયમો અનુસાર, તમારા પીએફમાં વધુ એક નફો થશે, ત્યાં તમારી હેન્ડ સેલરી ઓછી થઇ જશે. તમને જણાવી દઇએ કે, મૂળ વેતન કુલ વેતનના 50 ટકા અથવા તો તેનાથી વધારે હોવું જોઇએ. આ ફેરફાર બાદ વધારે લોકોનું સેલરી સ્ટ્રક્ચર બદલાઇ જશે. તમને જણાવી દઇએ કે, મૂળ વેતન વધવાથી તમારા પીએફમાં પણ નફો થશે કારણ કે, તે તમારી બેસિક સેલરી પર આધારિત હોય છે.
- 12 કલાક કામ કરવાનો પ્રસ્તાવ – આ સિવાય વધારે કામ કરવાના કલાકોને વધારીને 12 કલાક કરવાનો પણ પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ સિવાય 15થી 30 મિનિટ સુધી એક્સ્ટ્રા કામ કરવાને ઓવરટાઇમમાં શામેલ કરવાની જોગવાઇ છે. વર્તમાન સમયમાં જો તમે 30 મિનિટથી ઓછાં સમય માટે એક્સ્ટ્રા કામ કરો છો તો તેને ઓવરટાઇમ નથી ગણવામાં આવતો.
- 5 કલાક કામ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક – આ સિવાય 5 કલાકથી વધારે સતત કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. સરકારનું એવું માનવું છે કે, કર્મચારીઓને 5 કલાક કામ કર્યા બાદ અડધા કલાકનો બ્રેક આપવામાં આવે.
- નિવૃત્તિની રકમમાં પણ થશે નફો – પીએફની રકમ વધવાથી રિટાયરમેન્ટ (નિવૃત્તિ) ની રકમમાં પણ નફો થશે. નિવૃત્તિ બાદ લોકોને આ રકમમાં પણ ઘણી મદદ મળશે. પીએફ અને ગ્રેચ્યુટી વધવાથી કંપનીઓના ખર્ચમાં પણ વૃદ્ધિ થશે કારણ કે તેને પણ કર્મચારીઓ માટે પીએફમાં વધારે યોગદાન આપવું પડશે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31