Last Updated on March 27, 2021 by
બ્રિટેનમાં એક 19 વર્ષિય મહિલાને પોતાની દિકરીને મારી નાખવાના ગુનામાં સજા સંભળાવવામાં આવી છે. કારણ કે, કોર્ટે તેને પોતાની જ દિકરીના મોત માટે દોષિત ઠેરવવામાં આવી છે. એક વર્ષ પહેલા જ્યારે તે 18 વર્ષની થવાની હતી, તે પોતાની દિકરીને ઘરમાં મુકીને ભાગી ગઈ હતી અને 6 દિવસ સુધી બહાર ભટકતી રહી, આ દરમિયાન તે પાર્ટીઓ કરતી હતી. પણ જ્યારે તે પાછી આવી ત્યારે બાળકીને હોસ્પિટલમાં લઈ જવી પડી. જો કે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
બ્રિટેનના એક વિસ્તારની છે આ ઘટના
આ ઘટના બ્રિટેનના ઈસ્ટે સસેક્સ વિસ્તારમાં આવેલા બ્રાઈટનની છે. જ્યાં ગત વર્ષે વેર્ફી કુદી નામની 18 વર્ષિય માતાએ પોતાની બાળકીને ફ્લેટમાં મુકીને પોતાનો 18મો બર્થ ડેની ઉજવણી કરવા માટે પાર્ટીમાં જતી રહી. આ ઘટના ડિસેમ્બર 2019ની છે. બાદમાં સીસીટીવી ફૂટેઝથી ખબર પડી કે, આ મહિલા 6 દિવસ સુધી બહાર ભટકતી રહી હતી. જ્યારે ઘરે આવી ત્યારે તેની બાળકીમાં કોઈ રિસ્પોન્સ ન મળતા હોસ્પિટલના ચક્કર કાપવા લાગી હતી.
6 દિવસ બાદ પાર્ટી કરીને ઘરે પાછી આવી
આ ઘટના બાદ પોલીસે કોર્ટમાં સીસીટીવી ફુટેઝ આપ્યા. જેમા આ મહિલા લંડન, કોવેન્ટ્રી અને સોલીહુલમાં પાર્ટીઓ કરતી દેખાઈ હતી. જ્યારે તે 6 દિવસ સુધી પાર્ટી કરીને ઘરે પહોંચી, તો તેણે 999 પર કોલ કરીને જણાવ્યુ કે, તેની બાળકી ઉઠતી નથી. ત્યાર બાદ આ બાળકીને ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં પહેલાથી જ બાળકીનું મોત થઈ ગયુ હતું.
મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો, કોર્ટે સજા આપી
બાળકી આસિયાહના મોત બાદ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જેમાં જણાવવામાં આવ્યુ હતું કે, માતાએ બાળકીનું ધ્યાન નથી રાખ્યું. તે પડી પડી મરી ગઈ. આ મામલો 4થી 12 ડિસેમ્બર વચ્ચેનો છે. આ મહિલાએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે અને કોર્ટે તેને સજા આપવાનો નિર્ણય કર્યો છે.
આ મામલે પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે. કારણ કે,ઓક્ટોબર મહિનામાં જ તેને દોષિત ઠેરવવામાં આવી હતી. તથા તેને કસ્ટડી મોકલી દેવામાં આવી હતી. આ મામલે મહિલાના પિતાએ કહ્યુ હતું કે, તેમની દિકરી 14 વર્ષની ઉંમરમાં જ ઘરેથી ભાગી ગઈ હતી.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31