GSTV
Gujarat Government Advertisement

નેપાળને લાગશે ઝટકો/ ભૂટાન અને તિબ્બતને જોડતા સિક્કિમની સરહદે ભારત 13 હજાર જવાનો ખડકશે, ચીન પણ છે કારણ

Last Updated on March 3, 2021 by

સરકારે ભૂટાન અને તિબ્બતને જોડતા સિક્કિમમાં ત્રિકોણીય ક્ષેત્ર સહિતના મોર્ચે કિલ્લાબંધી માટે નેપાળ અને ભૂતાનની સરહદે 13 હજારથી વધુ જવાનોને સામેલ કરતા એક ડઝનથી વધુ નવી એસએસબી બટાલિયનને મંજૂરી આપી છે. પરંતુ ગૃહ મંત્રાલયે સીમા દળ માટે એક નવા વિસ્તારના નિર્માણનો ઈન્કાર કર્યો છે. 5-6 બટાલિયનના સંચાલન માટે જવાબદાર એસએસબીને 3 નવા ક્ષેત્રોમાંથી એક બનાવવા મંજૂરી આપવામાં આવી છે. જે દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં આવે છે.

4 વર્ષમાં તબક્કાવાર કરાશે તૈનાતી

સશસ્ત્ર સીમા બલ- SSB લગભગ 90 હજાર કર્મચારીઓની શક્તિ સાથે નેપાળ અને ભૂતાન સાથે ખુલ્લી સરહદની સુરક્ષા કરે છે. એસએસબીના ડીજી કુમાર રાજેશ ચંદ્રાએ જણાવ્યું કે,’12 નવી બટાલિયનની તૈનાતી આગામી 4 વર્ષમાં તબક્કાવાર રીતે કરાશે. દરેક તબક્કામાં 3 બટાલિયનને તૈનાત કરાશે. એસએસબીની નવી બટાલિયન અને અન્ય મુદ્દે સરકારની મંજૂરી ઘણી મદદરૂપ રહે છે. નવા જવાનોની તૈનાતી સરહદની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરશે.’

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો