GSTV
Gujarat Government Advertisement

તસવીર વાયરલ/ હીરાબા બાદ મોદીએ 106 વર્ષના આ વયોવૃધ્ધ મહિલાના લીધા આશીર્વાદ, જાણી લો મોદીએ કેમ આપ્યું આ સન્માન

Last Updated on February 26, 2021 by

પીએમ મોદીએ પોતાના ફેસબૂક પેજ પર એક વયોવૃધ્ધ મહિલાની તસવીર શેર કરી છે. જેમાં તેઓ આ મહિલાના આશીર્વાદ લઈ રહેલા નજરે પડે છે. આ તસવીર ખાસી ચર્ચામાં છે અને લોકોમાં ઉત્સુકતા છે કે, આ મહિલા કોણ છે જેના પીએમ મોદી પણ આશીર્વાદ લઈ રહ્યા છે. આ મહિલાનું નામ આર પપ્પામ્મલ છે. તેઓ 106 વર્ષના છે અને તામિલનાડુમાં ઓર્ગેનિક ફાર્મિંગ માટે તેઓ ચર્ચિત છે. એવું મનાય છે કે, તેઓ દેશના સૌથી વૃદ્ધ ખેડૂત છે. જે હજી ખેતરમાં સક્રિય છે.

કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મ શ્રી એવોર્ડ અપાયો

પીએમ મોદીએ ફેસબૂક પર તસવીર શેર કરતા લખ્યુ હતું કે, આજે કોઈમ્બતુરમાં અસાધારણ પપ્પામ્મલજી સાથે મુલાકાત કરી હતી. કૃષિ ક્ષેત્રમાં તેમના યોગદાન માટે તેમને પદ્મ શ્રી એવોર્ડ અપાયો છે. પપ્પામ્મલનો જન્મ 1914માં કોઈમ્બતુરમાં થયો હતો. નાની વયે પોતાના માતા પિતાને ગુમાવી દેનારા પપ્પામ્મલનો ઉછેર તેમના દાદાદીએ કર્યો હતો. તેમણે પરિવારની એક દુકાન હતી તે સંભાળી હતી અને તેમાંથી થયેલી કમાણીથી 10 એકર જમીન ખરીદી હતી.

ઓર્ગેનિક ફાર્મિંગ તામિલનાડુમાં પ્રેરણા સ્ત્રોત બની ચુક્યું

બહુ જલ્દી તેઓ ખેતી તરફ વળી ગયા હતા અને છેલ્લા સાત દાયકાથી તેમનું ઓર્ગેનિક ફાર્મિંગ તામિલનાડુમાં પ્રેરણા સ્ત્રોત બની ચુક્યું છે. આજે પણ તેઓ સાડા પાંચ વાગ્યે સવારે ઉઠીને 6 વાગ્યા સુધીમાં ખેતરમાં પહોંચી જાય છે. 106 વર્ષે પણ પપ્પામ્મલ ફિટ છે. તેમના પરિવારજનોનું કહેવું છે કે, તેઓ ભોજનમાં લીલા શાકભાજી વધારે લે છે અને તેમની ફિટનેસનું આ જ રહસ્ય છે. તેઓ વાસણની જગ્યાએ કેળના પાન પર ભોજન કરે છે.

ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ પણ કરે છે

પપ્પામ્મલ આજે પણ ખેતરમાં કામ કરે છે અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈને ઓર્ગેનિક ફાર્મિંગને પ્રમોટ પણ કરે છે. માત્ર ખેતી જ નહી પણ અગાઉ શરુ કરેલા પ્રોવિઝન સ્ટોરને પણ તેમણે સાચવી રાખ્યો છે. સાથે સાથે ખાવા પીવાની એક દુકાન પણ તેઓ ચલાવે છે. પપ્પામ્મલ એમ કરુણાનિધિની પ્રશંસક છે અને તેમની પાર્ટી ડીએમકે સાથે પણ જોડાયેલી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો