Last Updated on February 25, 2021 by
ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લાના દેવપ્રયાગ પોલીસે ગ્રામિણ વિસ્તારોમાં લગ્નમાં યોજાતી કોકટેલ પાર્ટીઓ ન યોજવાની પહેલ શરૂ કરી છે. ત્યારે અહીં પોલીસે લગ્નમાં કોકટેલ પાર્ટી ન કરનારી દુલ્હનોને પુરસ્કૃત કરવામાં આવશે.
દેવપ્રયાગ સ્ટેશન હાઉસ ઓફિસર મહિપાલ સિંહ રાવતને આવો આઈડિયા આવ્યો હતો. કન્યાદાન નામની આ પહેલ અંતર્ગત આ વિસ્તારમાં લગ્નમાં યોજાતી કોકટેલ પાર્ટીઓ નહીં કરનારી દુલ્હનને 10,001 રૂપિયા ઈનામ આપવામાં આવશે. ઈનામના પૈસા પોલિસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા એકઠા કરવામાં આવશે.
આ પહેલ શરૂ કરવા પાછળ કારણ બતાવતા રાવતે જણાવ્યુ હતું કે, એવું જોવા મળ્યુ છે કે, શહેરી લોકોની માફક પહાડી ગ્રામિણ વિસ્તારોમાં પણ લોકો હવે કોકટેલ પાર્ટી કરતા થયાં છે. જે હાલ એક ટ્રેંડ બની રહ્યો છે. દારૂની પાર્ટીઓના કારણે લગ્નમાં ઝઘડા, વિવાદ થતાં હોય છે. ત્યારે આવા વિવાદને રોકવા માટે અમે આ પહેલ શરૂ કરી છે.
પહેલા નહોતો આવો ટ્રેંડ
રાવત જણાવે છે કે, આવી રીતે લગ્નોમાં દારૂની પાર્ટીઓ વિરુદ્ધ લોકોને જાગૃત કરવાનો અમારો પ્રયાસ છે. પહેલા આ પ્રકારનો ટ્રેંડ નહોતો, પણ શહેરી વિસ્તારોમાં જે રીતે દારૂની કોકટેલ પાર્ટીઓ યોજાય છે, તે જોતા હવે ગામડાઓમાં તેનો ટ્રેંડ ફેલાઈ રહ્યો છે.
નબળા પરિવારો પર કારણ વગરનું દબાણ
પોલીસ અધિકારી જણાવે છે કે, કોકટેલ પાર્ટી સમાજ પર દૂષણ છે. જે આર્થિક રીતે નબળા પરિવારોને આવા આયોજન કરવા માટે મજબૂર કરે છે. જેના કારણે લગ્નમાં ખર્ચાઓ પણ વધી જાય છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31