Last Updated on March 20, 2021 by
પાવર એંડ રિન્યૂએબલ એનર્જી મંત્રી રાજ કુમાર સિંહએ શુક્રવારે ગ્રામ ઉજાલા પ્રોગ્રામને લોન્ચ કર્યો. આ સ્કીમ હેઠળ માક્ષ 10 રૂપિયામાં લોકોને LED બલ્બ મળશે. ખાસ વાત એ છે કે, આટલી ઓછી કીંમત હોવા છતા સરકાર તરફથી તેમાં કોઈ મદદ કે સબસિડી આપવામાં આવી રહી નથી. આ યોજનાના માધ્યમથી સરકારનો હેતુ ગ્રામીણ ભારતને અંધારામાંથી દૂર કરવાનો છે.
આ પ્રોગ્રામને કંવર્જેંસ એવર્જી સર્વિસીઝ લિમિટેડ (CESL) તરફથી લોન્ચ કરવામાં આવી છે. આ હેઠળ CESL પહેલા ચરણમાં 1.5 કરોડ બલ્બ વિતરણ કરશે. આ સરકારી કંપની દુનિયામાં સૌથી ઓછા ભાવમાં LED લેમ્પ આપી રહી છે. આ EESL(Energy Efficiency Services Ltd)ની પૂર્ણ માલિકીની સબસિડીયરી કંપની છે. EESL ભારત સરકારની એનર્જી કંપની છે જે દુનિયાની સૌથી મોટી એનર્જી સર્વિસ કંપની છે. તેની 100 ટકા ભાગીદારી ભારત સરકાર પાસે છે. તે NTPC પાવર ફાઈનાન્શ કોર્પોરેશન, REC લિમિટેડ અને પાવરગ્રિડની જોઈન્ટ વેંચર છે.
ત્રણ વર્ષની મળશે વોરંટી
ગ્રામ ઉજાલા પ્રોગ્રામના પ્રથમ ફેજમાં 7 અને 12 વૉટના LED લેમ્પ વિતરણ કરાશે. પહેલા ચરણમાં બિહારના આરા, ઉત્તર પ્રદેશના વારાણસી, આંધ્ર પ્રદેશના વિજયવાડા, મહારાષ્ટ્રના નાગપુર અને પશ્ચિમી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લેમ્પનું વિતરણ કરાશે. આ લેમ્પની વૉરંટી ત્રણ વર્ષની હશે. અને માત્ર ગ્રામીણ ભારતમાં વિતરણ કરાશે. આ સ્કીમને લઈને પાવર મિનિસ્ટ્રીના સેક્રેટરી આલોક કૂમારે કહ્યુ કે, આ મહત્વપૂર્ણ પ્રોગ્રામ છે. આ પ્રોગ્રામની મદદથી ક્લાઈમેટ ચેંજની ચેલેન્જને પણ ડીલ કરાશે.
37 મિલિયન ટન CO2ની ખામી આવશે.
આપણા દેશમાં હાલ 300 મિલિયન એટલે 30 કરોડથી વધારે પીળા લેમ્પ છે. મનાઈ રહ્યુ છે કે, ડો આ લેમ્પને LED લેમ્પમાં રિપ્લેસ કરવામાં આવે તો, દર વર્ષે 40,743 મિલિયન કિલોવૉટ (kWh)ઉર્જાની બચત થશે. તે ઉપરાંત કાર્બન ડાયોક્સાઈડમાં વર્ષના આધાર પર 37 મિલિયન ટનની ખપત આવશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31