Last Updated on April 10, 2021 by
ખૂબ જ પ્રયાસ કરવા છતાંય અમુક વાર ઇચ્છા મુજબની નોકરી નથી મળતી. આપણે તેને લઇને વિચારમાં પડી જતા હોય છે અને એ મુદ્દાઓ પર વિચાર જ નથી કરતા, જે સફળતામાં અવરોધક હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ઉપાય છે, જેના અનુસરણ કરવાથી વ્યક્તિને નોકરી મેળવવામાં લાભ મળી શકે છે.
વાસ્તુ શાસ્ત્રના ઉપાય
- જ્યારે તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, તો લાલ કલરના કપડા પહેરો, જો તે સંભવ નથી તો લાલ રંગના રૂમાલ ખિસ્સામાં રાખી લો. વાસ્તુ શાસ્ત્રમાં લાલ રંગને ઉન્નતી અને નોકરી અપાવવામાં સહાયક માનવામાં આવે છે.
- વિદ્યાર્થીઓ અથવા નોકરી ઇચ્છુક વ્યક્તિઓને પીળા, લાલ અને ચળકતા રંગનો વધુ ઉપયોગ કરવો જોઇએ. તેના પ્રયોગથી નોકરી મળવામાં સંભાવના વધી જાય છે.
- ઘરેથી નિકળતા સમયે જમણો પગ પહેલા ઘરની બહાર મૂકો.
- ઇન્ટરવ્યૂ અથવા પરીક્ષા આપવા જતા પહેલા વિધ્નહર્તા શ્રી ગણેશજીની પૂજા કરો. માન્યતા છે કે તેમની પૂજા કરવાથી ગણેશ ભગવાન મનોકામના પૂરી કરે છે.
- ઘરની ઉત્તરની દિવાલ પર મોટો અરીસો લગાવો. જેમાં આખા શરીરને જોઇ શકાય. આમ કરવાથી નોકરીની તક વધી જાય છે.
- ઇન્ટરવ્યૂ ફોન પર છે તો મોઢું ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખવુ જોઇએ. તથા પાછળ દિવાલ હોવી જોઇએ. વાસ્તુ શાસ્ત્રમાં તેને શુભ માનવામાં આવે છે.
- ઇચ્છા મુજબની નોકરી મેળવવા માટે લોકો રૂદ્રાક્ષની માળા પણ ધારણ કરે છે.
નોંધ- વાચકો ખાસ ધ્યાન રાખે કે આ ઉપાય કરવાથી સંભાવનાઓ વધી શકે છે, નોકરી અપાવવાની કોઈ ગેરંટી નથી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31