GSTV
Gujarat Government Advertisement

પરમબીર સિંહના લેટર બોમ્બ બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કાયદા સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની બોલાવી ટોપ લેવલની બેઠક

ઓક્સિજન

Last Updated on March 22, 2021 by

મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહના મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ પર લગાવવામાં આવેલા આરોપોએ રાજ્યમાં રાજકીય હલચલ પેદા કરી છે અને આ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે લૉ એન્ડ જ્યુડિશરી સાથે જોડાયેલા મોટા અધિકારીઓની બેઠક બોલાવી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર સરકાર વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે અને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સિવાય ગૃહ મંત્રી અનિલ દેશમુખના નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરી છે.

નાર્કો ટેસ્ટ કરાવ્યા બાદ તાત્કાલિક રાજીનામુ આપે: રામ કદમ

ભાજપ નેતા રામ કદમે ટ્વીટ કરી કહ્યું અમે પુન: માગ કરીએ છીએ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સહિત ગૃહ મંત્રી અનિલ દેશમુખ બંને સ્વયંનો નાર્કો ટેસ્ટ કરાવતા તાત્કાલિક રાજીનામુ આપે અને પોતાનુ સત્ય ઉજાગર કરે. તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યુ, વાઝે કેસના સંદર્ભમાં આજે સવારે 11 વાગે હું મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરલેને મળીશ. કેટલાક રહસ્યોના ખુલાસા બાદ હવે સરકાર બચવાનો કોઈ રસ્તો નથી.

ઉદ્ધવ ઠાકરેએ બોલાવી અધિકારીઓની બેઠક

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સાંજે 4:30 વાગ્યે પોતાના આવાસ પર રાજ્યના કાનૂન અને ન્યાય વિભાગ સાથે જોડાયેલા અધિકારીઓની સમીક્ષા બેઠક બોલાવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો