Last Updated on April 7, 2021 by
દેશમાં ફરી એક વખત કોરોના વાયરસનું સંકટ વધી રહ્યું છે. આ મહાસંકટ વચ્ચે રસીકરણનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. દેશના અલગ અલગ વિસ્તારોમાં સરકારી અને પ્રાઇલેટ સેન્ટરો પર કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેવામાં એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે કે જો આપણે રસી લેવાના ક્રાઇટેરિયામાં આવતા હોઇએ તો રસી અવશ્ય લેવા જોઇએ. તે આપણી ફરજ છે.
ત્યારે જે તમે સરકારે નક્કી કરેલા ધોરણ પ્રમાણે રસી લેવા યોગ્ય હોય અને તમારા ઘર નજીક ક્યાં રસીકરણ સેન્ટર આવેલું છે તેની જાણકારી મેળવવી હોય તો તે એકદમ સરળ છે.
નજીકના વેક્સિનેશન સેન્ટરની કઇ રીતે તપાસ કરશો?
કેન્દ્ર સરકાર વારા કોરોના રસીકરણ અંગેનું તમામ અપડેટ આપવા માટે https://www.cowin.gov.in/home પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં રસીકરણ સાથે જોડાયેલા આંકડા, સ્થળ, જાણકારી અને અન્ય જાણકારી આપવામાં આવે છે.
આ https://www.cowin.gov.in/home વેબસાઇટ પર જઇને તમે રસીકરણ માટે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છે. રજીસ્ટ્રેશન માટે તમારે પોતાનો નંબર નાંખવાનો રહેશે, ત્યાર બાદ આધાર કાર્ડ અથવા તો સરકાર માન્ય કોઇ આઇડીનો નંબર આપીને રજીસ્ટ્રેશન કારાવી શકે છે.
https://www.cowin.gov.in/home વેબસાઇટ પર એક મેપ પણ હશે, જેની સાથે એક સર્ચ ઓપ્શન આપેલો હશો. આ સર્ચ ઓપ્શનમાં તમે તમારું ગામ, શહેર, વિસ્તાર, જિલ્લો કે રાજ્યનું નામ નાંખી શકો છો. સર્ચ કરતાની સાથે જ ત્યાં સેન્ટરના નામ આવવા લાગશે, સાથે જ બાજુમાં રહેલા મેપ પર લોકશન પણ આવશે.
ઐ સિવાય https://www.cowin.gov.in/home વેબસાઇટ પર રહેલા ડેશબોર્ડ પર દરેક રાજ્ય અને જિલ્લાની જાણકારી આપેલી હોય છે. જિલ્લામાં કેટલા વેક્સિન સેન્ટર છે, કેટલા લોકોને રસી અપાઇ છે વગેરે દરેક માહિતિ આપેલી હોય છે.
આ સિવાય અન્ય ક્યો ઉપાય છે?
ઐ સિવાય તમે ફોનની અંદર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરીને પણ રસીકરણ માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારી નજીકના રસીકરણ કેન્દ્રની માહિતિ મેળવી શકો છો.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31