GSTV
Gujarat Government Advertisement

ઝારખંડમાં લોકડાઉન માટેની તૈયારીઓ શરૂ, મુખ્યપ્રધાન હેમંત સોરેને લોકડાઉન મામલે શું કહ્યું

Last Updated on April 5, 2021 by

ઝારખંડમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગત અઠવાડિયામાં અંહી ચાર ઘણાં કેસ સામે આવતા હાહાકાર મચી ગયો છે. ઝારખંડમાં દરરોજના 800થી વધારે નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. જ્યારે કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારના રોજ ઝારખંડમાં 788 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. જ્યારે આઠ લોકોના મોત નિપજ્યાં હતા. તો આ તરફ રાંચી શહેરમાં પણ 446 કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા છે.

આ મામલે ઝારખંડના મુખ્યપ્રધાન હેંમત સોરેન જણાવ્યું હતું કે રાજયામાં કોરોના કેસોમાં સતત વધારો થતાં સરકાર એકશન મોડમાં છે. સરકાર ગમે ત્યારે લોકડાઉન પણ લાગુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમની અધ્યક્ષતામાં મીટિંગ યોજાઈ રહી છે. આ મીટિંગમાં કોરોના મામલે રાજ્યની દરેક ઓપટેડ સીએમને આપવામાં આવશે ત્યાર પછી લોકડાઉન મામલે યોગ્ય નિર્ણય સીએમ હેમત સોરેન લેશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં કોરોના કેસોમાં વધારો થતા સરકાર લોકડાઉન મામલે કડકમાં કડક નિર્ણય લઈ શકે છે.

ઝારખંડ સરકારે લોકોને ઉમ્મીદ કરી છે કે કોરોના સંક્રમણને હલકામાં લેવાની જરૂર નથી. ખાસ કરીને કોવિડ-19 ગાઈડ લાઈનનો સંપૂર્ણ પણે પાલન કરવામાં આવે સાથે લોકો સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવે તેવી જનતાને અપીલ કરી છે. કોરોના વાયરસના પહેલા ચરણમાં જનતાએ સાથ-સહકાર આપ્યો હતો. તે રીતે ફરી પણ સાથ-સહકાર આપવાની જરૂર છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અક્ષયે કોરોના સામે જીતી જંગ, 7 દિવસની સારવાર બાદ ઘરે પરત ફર્યો

ગીર-સોમનાથના ગામડાઓ વળ્યાં સ્વયંભૂ લોકડાઉન તરફ, 4 વાગ્યા બાદ આ ગામોમાં સજ્જડબંધનો નિર્ણય

ફફડાટ/ દિલ્હી-મુંબઇ બાદ નાના શહેરોમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે કોરોના, આ 3 રાજ્યોમાં સૌથી વધુ ખતરો