Last Updated on April 8, 2021 by
નોકરીયાત લોકો માટે Provident Fundએ જીંદગી ભરની કમાણી માનવામાં આવે છે. જ્યાં સુધી તમે નોકરી કરો છો. ત્યાં સુધી Provident Fundમાં તમારું મોટુ યોગદાન રહેતું હોય છે. જ્યારે તમે નોકરી પરથી રિટાયર થાવ છો. ત્યારે એક સારી એવી કમાણી તમને મળતી હોય છે. જે રૂપિયાથી તમે તમારી જીંદગી આસાનાથી પસાર કરી શકો છો. પરંતુ ક્યારેક ઓછી જાણકારીના કારણે અથવા તમારી પોતાની ભૂલોના કારણે PF ખાતું બંધ થઈ જતું હોય છે.
EPF ક્યારે બંધ થઈ જાય છે ?
PF એકાઉન્ટ બંધ થવાના કેટલાંક કારણો નીચે આપવામાં આવ્યા છે. તમે જે કંપનીમાં કામ કરી રહ્યા છે. તે કંપનીનું PF એકાઉન્ટ નવી કંપનીમાં ટ્રાન્સફર ન કરાવ્યું હોય અને જો જૂની કંપની બંધ થઈ જાય અને જો તમે લાસ્ટ 36 મહિના સુધી કોઈ ટ્રાન્જેક્શન નથી કરતા તો તમારું PF ખાતું બંધ થઈ જવાની સંભવાના રહે છે.
એકવાર તમારું એકાઉન્ટ ‘inoperative’ થઈ જાય તો તમે ટ્રાન્જેક્શન નથી કરી શકતા. અને જો તમારે એકાઉન્ટ ફરી એક્ટિવ કરાવવું પડતું હોય છે. EPFOમાં જઈને એપ્લિકેશન આપવી પડતી હોય છે. જ્યાં સુધી તમારું એકાઉન્ટ અપડેટ ન થાય ત્યાં સુધી તમારે એકાઉન્ટમાં પડેલા રૂપિયાનું વ્યાજ મળતું રહે છે. નવા નિયમ પ્રમાણે EPF એકાઉન્ટ ‘Inoperative’ થઈ જાય તો કર્મચારીઓ EPF મેળવવા માટે નવી એપ્લિકેશન આપવી પડે છે.
બંધ PF એકાઉન્ટ ફરી શરૂ કરાવવા શુ કરશો ?
KYC દસ્તાવેજમાં પાનકાડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, રાશન કાર્ડ, ESI ID કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ સામેલ કરવા પડે છે. તે ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવેલા અન્ય બીજા દસ્તાવેજ પણ તમે આપી શકો છો. ત્યાર પછી સહાયક અધિકારી અથવા વિન્ડ્રોલ ખાતાનો હિસાબ રાખનાર અધિકારી મંજૂરી આપી શકે છે. જેથી તમે બંધ પડેલું PF એકાઉન્ટ ફરી શરૂ કરાવવી શકો છો.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31