GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ સ્કૂલોમાં ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં કર્યું મોટું નિવેદન, ફી મુદ્દે આવી શકે છે વચગાળાનો હુકમ

Last Updated on March 26, 2021 by

સ્કૂલોમાં ફી ઘટાડા મુદ્દે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં મોટું નિવેદન કર્યું છે. હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન રાજ્ય સરકારે જણાવ્યું કે ફી સમિતિએ સૂચવેલા ઘટાડાનો તાત્કાલિક અમલનો હાલ કોઇ વિચાર નથી. રાજસ્થાનમાં પણ ફી મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી. જેમાં સુપ્રીમમાં સુનાવણી પૂર્ણ થઇ છે અને ચુકાદો અનામત છે.

શાળા
  • રાજ્ય સરકારે કોર્ટમાં કર્યું નિવેદન. ફી સમિતિએ સૂચવેલા ઘટાડાને તત્કાલ અમલનો કોઈ વિચાર નહિ.
  • રાજસ્થાનમાં પણ ફી મુદ્દે ઉઠેલા મુદ્દાને  લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી
  • . જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે.  અને ચુકાદો અનામત છે ત્યારે હાલ રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે સરકાર વર્તશે.
  • હાઇકોર્ટ કહ્યું… ફી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે એ બધાને બંધનકર્તા હશે. પણ હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરી.
  • ફી મુદ્દે હાઇકોર્ટ જારી કરશે વચગાળાનો હુકમ.

હાલમાં રાજ્ય સરકાર પણ સુપ્રીમના ચુકાદાની રાહ જોઇ રહી છે. સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે તે પ્રમાણે સરકાર વર્તશે… જેની સામે હાઇકોર્ટે જણાવ્યું કે ફી મુદ્દે સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપશે તે તમામને બંધનકર્તા હશે. પરંતુ હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરી છે… આથી હવે હાઇકોર્ટ ફી મુદ્દે વચગાળાનો હુકમ જાહેર કરશે.

ગુજરાતમાં કોરોના ફરી પીક પકડી રહ્યો છે

ગુજરાતમાં કોરોના ફરી પીક પકડી રહ્યો છે. ગુજરાતમાં હવે એક એક દિવસ કોરોના માટે નવા નવા રેકોર્ડ સર્જનારા બની રહ્યાં છે કેમ કે પ્રતિદિન કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં છેલ્લાં 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1961 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત થઇ ચૂક્યા છે. જેમાં સુરતમાં 4, મહિસાગરમાં 2 જ્યારે અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં 4473 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. હવે સ્કૂલો મામલે પણ સરકાર ભરાઈ હોય તેવો ઘાટ છે. દિન પ્રતિદિન શિક્ષકો અને છાત્રો કોરોના પોઝિટીવ આવી રહ્યાં છે ત્યાં ફરી ફીનો મામલો વકર્યો છે. આ મામલે હવે આગામી દિવસોમાં નવો ચૂકાદો આવે તેવી સંભાવના છે.

એક તરફ અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાય છે ત્યારે વકરતા કોરોના કેસ વચ્ચે આજથી ગુજરાત યુનિવર્સિટીની પોસ્ટ ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુજીના વિવિધ કોર્સમાં સેમેસ્ટર-1ની પરીક્ષાની 18મી માર્ચથી શરૂ કરવામાં આવી હતી. જે બાદ કોરોના સંક્રમણને લઈને સરકારના આદેશથી પરીક્ષાઓ તો મોકુફ કરી દેવાઈ છે..પરંતુ આજથી રાબેતા મુજબ પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષાઓમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33