GSTV
Gujarat Government Advertisement

આનંદો / કોરોનાના કહેર વચ્ચે આજથી IPL શરૂ : આઠ ટીમ વચ્ચે જંગ, પ્રેક્ષકો વગર ટુર્નામેન્ટ રમાશે

Last Updated on April 9, 2021 by

દેશભરમાં કોરોનાનો કેર પ્રવર્તી રહ્યો છે ત્યારે ક્રિકેટ ચાહકો કમ સે કમ ઘેર બેઠા મનોરંજન માણી શકે તેવી આશા સાથે આવતીકાલથી આઇપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે સાંજે ૭.૩૦ થી આ વખતની આઇપીએલની સૌ પ્રથમ ટક્કર થશે. બીજી રીતે કહીએ તો ટીમ કોહલી અને ટીમ રોહિત શર્મા વચ્ચેનો આ પ્રતિષ્ઠિત જંગ બની રહેશે. મુંબઇ ઇન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી કેપિટલ્સ, ચેન્નાઇ સુપર કિંગ્સ, સન રાઇઝર્સ હૈદ્રાબાદ, રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ એમ આઠ ટીમો વચ્ચે આઇપીએલ ટ્રોફી જીતવા માટે જંગ જામશે. ફાઇનલ ૩૦ મે ના રોજ અમદાવાદમાં યોજાનાર છે.

ગયા વર્ષે ભારતમાં તેની અગાઉ જાહેર થયેલી ૨૯ માર્ચની તારીખથી આઇપીએલ કોરોનાને લીધે યોજી નહતી શકાય અને યુએઇમાં દુબઇ, અબુધાબી અને શારજાહમાં તેનું આયોજન થયું હતું. ૧૯ સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર દરમ્યાન રમાઇ હતી. આમ ૨૦૨૧ ની આઇપીએલ પાંચ મહિના પછી જ રમાઇ રહી છે. તે વખતે પણ કોરોનાને લીધે બાયો બબલ હેઠળ આઇપીએલ રમાઇ હતી. આ વખતે પણ બાયો બબલ છે. કોરોનાની બીજી લહર આ હદે ઘાતક નીવડશે તેની કોઇને કલ્પના નહતી. પ્રેક્ષકો વગર જ આઇપીએલ રમાશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે.

ભારતીય ક્રિકેટ બોર્ડે છ જ સેન્ટરોમાં મેચ રમાશે તેમ પણ નક્કી કર્યું છે અને ટુર્નામેન્ટની મેચો એવી રીતે ગોઠવી છે કે ટીમને ન્યુનતમ પ્રવાસ અને નવા બાયો બબલ રચવા ન પડે.

ચેન્નાઇ, મુંબઇ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, કોલકાતા એમ છ સેન્ટરમાં જ આઇપીએલ ની મેચો રમાશે

કાલે પ્રથમ મેચ ચેન્નાઇમાં છે પણ તે પછી મુંબઇમાં પણ ૧૦ મેચો ૨૬ એપ્રિલ સુધીમાં હોઈ આઇપીએલનું આયોજન કોરોનાના કપરા કાળમાં યોજવાની જ શું જરૂર છે તેવો પ્રશ્ન દેશના નાગરિકોના બહોળા વર્ગે ઉઠાવ્યો હતો.

મહારાષ્ટ્ર અને મુંબઇ કોરોના કેસનું દેશનું એપિ સેન્ટર પુરવાર થયું છ.ે નાગરિકોનો આ વર્ગ તેમની રીતે સાચો છે કે દેશમાં પ્રત્યેક ઘેર ફફડાટ છે. ઘણા ઘેર માતમ છે. સરકાર અને મેડિકલ સિસ્ટમ ‘પેનિક’ મોડમાં છે. રેસ્ટોરા, મોલ, સિનેમા, શુભ પ્રસંગો બધા પર નિયંત્રણો છે. સમગ્ર દેશમાં હતાશા, માયુસીનો માહોલ છે ત્યારે ક્રિકેટના આવા કાર્નિવલ મનોરંજન અને કરોડોની રેલમછેલ શોભતી નથી.

બીજો વર્ગ એમ કહે છે કે પ્રેક્ષકો વગર રમાતી હોઇ ચેપ પ્રસરવાનો ભય નથી. નાગરિકોનું રાત્રે બહાર જવાનું બંધ છે. મનોરંજનના વિકલ્પો મર્યાદિત છે ત્યારે ઘેરબેઠા ટીવી પર મેચ જોઇને એક પ્રકારની તનાવ મુકિતને હળવાશ અનુભવાશે. અમેરિકામાં બાસ્કેટ બોલ, યુરોપમાં ફૂટબોલ અને ગ્રાન્ડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ રમાઇ જ છે. કાર રેસિંગ ઇવેન્ટ પણ થયા.

આઇપીએલ આવતીકાલથી શરૂ થવાની છે તે પહેલા જ આયોજકોને પડકાર તો સર્જાયા જ છે. અક્ષર પટેલ, દેવદત્ત પડ્ડીકલ, નિતિન રાણા, સેમ્સ જેવા ક્રિકેટરો કોરોના પોઝિટિવ આવી ચૂકયા છે. મુંબઇનો વિકેટ કિપર કોચ કિરણ મોરે પણ હાલ કોરોનાગ્રસ્ત હોઈ કવોરન્ટાઇન છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમના ૧૦ ગ્રાઉન્ડ સ્ટાફ, મેનેજમેન્ટ સ્ટાફ તેમજ પ્લમ્બર કોરોના પોઝિટિવ આવ્યા છે. ટીમના કોચ અને ખેલાડીઓ કબૂલે છે કે સતત ક્રિકેટ અને બાયો બબલને લીધે તેઓ એક પ્રકારના માનસિક તનાવ હેઠળ તો છે જ. આઇપીએલની ત્રણ ક્વોલિફાયર અને ફાઇનલ પણ અમદાવાદમાં છે.

કોહલી (બેંગ્લોર), રોહિત શર્મા (મુંબઈ), રાહુલ (પંજાબ), પંત (દિલ્હી), સેમસન (રાજસ્થાન), વોર્નર (હૈદ્રાબાદ), મોર્ગન (કોલકાતા) અને ધોની (ચેન્નાઇ) તેમની ટીમના કેપ્ટન છે.

ટીમકેપ્ટન
૧.મુંબઇ ઇન્ડિયન્સરોહિત
૨.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરકોહલી
૩.ચેન્નાઈ સુપર કિંગ્સધોની
૪.રાજસ્થાન રોયલ્સસેમસન
૫.પંજાબ કિંગ્સરાહુલ
૬.દિલ્હી કેપિટલ્સપંત
૭.સનરાઇઝર્સ હૈદ્રાબાદવોર્નર
૮.કોલકાતા નાઇટ રાઇડર્સમોર્ગન

અમદાવાદમાં 11 મેચ

એપ્રિલમેચ
૨૬પંજાબ-કોલકાતા
૨૭દિલ્હી-બેંગ્લોર
૨૯દિલ્હી-કોલકાતા
૩૦પંજાબ-કોલકાતા
મે 
બેંગલોર-કોલકાતા
બેંગ્લોર-પંજાબ
દિલ્હી-કોલકાતા
૨૫ક્વોલિફાયર વન
૨૬એલિમિનેટર
૨૮ક્વોલિફાયર ટુ
૩૦ફાઇનલ

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33