GSTV
Gujarat Government Advertisement

COVID 19 Vaccine : જાણો કોણ છે એ નર્સ, જેમણે પીએમ મોદીને COVAXINની પહેલો ડોઝ આપ્યો

Last Updated on March 1, 2021 by

આજે એટલે 1 માર્ચ 60 વર્ષથી ઉપર લોકો કોરોના વેક્સિન આપવાની પ્રક્રિયા શરુ થઇ ગઈ છે. એમાં સૌથી પહેલા વેક્સિન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપવામાં આવી છે. આજે દેશભરમાં કોરોના વેક્સિનેશનનો બીજો તબક્કો શરુ થઇ ગયો છે. વેક્સિન લગાવ્યા પછી પીએમ મોદીએ અપીલ કરી કે આ ચરણમાં પસંદ કરેલા તમામ લોકો વેક્સિન લગાવડાવે. પોન્ડિચેરીની નર્સ પી નેવદાએ પીએમ મોદીને કોવેક્સિનની દોઝ લગાવી છે.

કોણ છે પીએમ મોદીને વેક્સિન આપનાર નર્સ

PM મોદીની વેક્સિનેશનની તસ્વીર જે સામે આવી છે તેમાં બે નર્સ જનર આવી રહી છે. તેમાં PM મોદીને વેક્સીન લગાવનાર નર્સ પોંડિચેરીની રહેવાસી છે. જ્યારે બીજી કેરલની રહેવાસી છે. દેશમાં કોરોના રસીકરણ બીજું ચરણ આજથી શરૂ થઈ ગયું છે. જેમાં જે લોકોની ઉંમર 60 વર્ષ છે તેમની સાથે-સાથે 59 વર્ષ સુધીના તે લોકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે. જે ગંભીર બીમારીઓથી ગ્રસ્ત છે.

પીએમ મોદીએ AIIMSમાં કોવિડનો પહેલો ડોઝ લીધો. લોકોને કોઈ પરેશાની ન થાય માટે પીએમ મોદીએ વગર કોઈ તૈયારીએ AIIMS પહોંચી ગયા. રસી લાગવ્યા પછી પીએમ કમોદીએ અડધા કલાક સુધી ઉભી વેક્સિનના પ્રોટોકોલને ફોલો કર્યા.

PM મોદીએ લગાવી ભારત બાયોટેકની કોવેક્સિન

સૌથી ખાસ વાતએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે જે વેક્સિન લગાવી છે જે ભારત બાયોટેકની કોવેક્સિન છે. દિલ્હીની AIIMSમાં પીએમ મોદીએ કોવેક્સિનનો ડોઝ લીધો છે. આ વેકિસનને ભારત બાયોટેકએ ડેવલપ કર્યો છે. વિપક્ષ દ્વારા આ વેક્સિનને મંજૂરી આપવા પર સવાલ ઉભા કર્યા હતા. સાથે જ વેક્સિનની ગંભીરતા પર સવાલ ઉભા કર્યા હતા.

એટલું જ નહીં, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે પણ વેક્સિનને લઈને વિવાદ થયો છે. પરંતુ હવે PM મોદીએ ભારત બાયોટેકની જ કો-વેક્સીનના ડોઝ લઈને તમામ પ્રશ્ન ચિંન્હો પર લગામ લગાવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33