Last Updated on April 11, 2021 by
ટીવી જગતનાં નંબર વન સીરિયલ અનુપમા (Anupamaa)ની લિડ એક્ટ્રેસ રુપાલી ગાંગુલી (Rupali Ganguly) હાલમાં કોરોનાની ચપેટમાં આવી ગઇ હતી. જે બાદ એક્ટ્રેસ શૂટિંગ સેટથી દૂર હતી. એવામાં રુપાલી ગાંગુલીએ પોતાને સેટથી દૂર કરી લીધી છે. અને દૂર રહીને પણ તે શૂટિંગ કરી રહી હતી. હવે રુપાલી જલ્દી જ સેટ પર પરત આવવા જઇ રહી છે. કારણ કે હવે તેણે કોરોના સામે જંગ જીતી લીધી છે.
રુપાલી ગાંગુલીનો લેટેસ્ટ કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. એવામાં એક્ટ્રેસ જલ્દી જ શૂટિંગ સેટ પર પરત ફરી શકે છે. રુપાલી ગાંગુલીએ ફરી શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે તે એકાદ બે દિવસમાં શૂટિંગ શરૂ કરશે. રુપાલીની સાથે જ શોમાં તેનાં દીકરાનો રોલ અદા કરતો એક્ટર આશીશ મેહરોત્રા પમ ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ કરશે.
રુપાલી ગાંગુલીને કોરોના વાયરસથી સંક્રમિત થવાને કારણે ઘણાં સમયથી શોમાં કર્ફ્યૂનો ટ્રેક ચલાવવાંમાં આવ્યો છે પણ હવે એક્ટ્રેસે કોરોનાને માત આપી દીધી છે. તો જલ્દી જ શોમાં તેની વાપસી થઇ શકે છે. આપને જણાવી દઇએ કે, અનુપમાની કાસ્ટમાં અત્યાર સુધીમાં રુપાલી ગાંગુલી ઉપરાંત સુધાંશુ પાંડે (Sudhanshu Pandey) પણ કોરોના વાયરસથી સંક્રમિત થયો છે.
આ ઉપરાંત એક્ટ્રેસ તસ્નીમ નેરુરકર (Tassnim Sheikh Nerurukar) અને આશીષ મેહરોત્રા પણ મહામારીની ચપેટમાં આવી ચૂકી છે. શોમાં આશીષ અનુપમાનાં મોટા દીકરાનાં રોલમાં છે તો તસ્નીમ રાખી દવેનાં પાત્રમાં છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31