GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ IPL 2021માં કોરોના વાયરસનું ગ્રહણ, અક્ષર પટેલ પછી RCBનો આ ખેલાડી કોરોના પોઝિટિવ

IPL

Last Updated on April 4, 2021 by

IPL 2021નો આગાઝ થવામાં હવે થોડા જ દિવસ બાકી છે, કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના બેટ્સમેન દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટિવ થઇ ગયા છે. 20 વર્ષના બેટ્સમેનને સ્ક્વોડથી અલગ કરી દેવામાં આવ્યા છે. તેમને એકાંતમાં મોકલવામાં આવ્યા છે.

શનિવારના રોજ દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે RCBને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મમાં ચાલી રહેલ દેબદત્ત કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. આ પહેલા KKRના નીતીશ રાણા પોઝિટિવ મળ્યા હતા, જો કે હવે નેગેટિવ આવ્યા પછી ટીમ સાથે જોડાઇ ગયા છે.

6 શહેરોમાં રમાશે આઇપીએલ

વિશ્વની સૌથી લોકપ્રિય ટી -20 લીગ આ વખતે ભારતના છ શહેરોમાં રમાશે. સીઝનનો પ્રારંભ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) વચ્ચે 9 એપ્રિલે ચેન્નઇમાં મેચ સાથે થશે. બીજી તરફ, મુંબઈમાં કોવિડ -19ના કેસો ઝડપથી વધી રહ્યા છે. વાનખેડે સ્ટેડિયમના 10 કર્મચારીઓ અને સ્પર્ધા સંચાલન સાથે સંકળાયેલા છ સભ્યો આ જીવલેણ વાયરસથી પોઝિટિવ મળી આવ્યા છે.

2020 રહ્યું શાનદાર પ્રદર્શન

વિજય હઝારે ટ્રોફીમાં કર્ણાટકના દેવદત્તલે આ વખતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 7 મેચમાં 147.4 ની સરેરાશથી 737 રન બનાવ્યા, જેમાં ચાર સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ છે. જો કે તેની ટીમ કર્ણાટકને સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે પૃથ્વી શો પછી સૌથી વધુ રન બનાવનાર હતો. આઇપીએલ 2020માં દેવદત્ત સૌથી વધારે રન બનાવવા વાળા ખેલાડી રહ્યા. તેમણે 15 મેચમાં 473 રન કર્યા હતા જેમાં 5 અર્ધશતક સામેલ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33