GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર: મોદીના આગમન ટાણે માતા હિરા બાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગનો મોટો ખુલાસો, ભાઈએ પણ કહી દીધી આ વાત

મોદી

Last Updated on March 6, 2021 by

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે જે બાદ મોદી સરકારે રસીકરણનું મહાઅભિયાન શરૂ કર્યુ છે જેનું હાલ બીજુ ચરણ ચાલી રહ્યું છે. દેશ અને રાજ્યમાં લાખોની સંખ્યામાં લોકોએ કોરોના રસીનો લાભ લીધો છે. પીએમ મોદી પણ કોરોના વેક્સીનનો ડોઝ લઇ ચુક્યા છે. અગાઉ સમાચાર મળી રહ્યાં હતાં કે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા પીએમ મોદીના ભાઇ પંકજ મોદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બાને વેકસીન લેવા માટે વ્યવસ્થા કરાવવા માટે પૂછવામાં આવ્યું હતુ.

જો કે હવે વડાપ્રધાનના માતાને વેક્સિન આપવા અંગે આરોગ્ય વિભાગે મોટો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે હીરા બાને વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગે સંપર્ક નથી કર્યો. તમામ વ્યક્તિઓ માટે વેક્સિન આપવાની સમાન પદ્ધતિ હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓનું મંતવ્ય છે. આ ઉપરાંત વડાપ્રધાનના ભાઈએ હીરા બાને હાલ વેક્સિન આપવાની વાતને નકારી કાઢી છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે હીરા બાને વેક્સિન આપવા અંગે હાલ કોઈ આયોજન નથી.

મોદી

જણાવી દઇએ કે હીરા બાની ઉંમર, અવસ્થા અને તબિયતને જોતા હાલ તેમના માટે કોરોના વેક્સીન લેવી મુશ્કેલ છે. પરંતુ પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે છે તો આ મુદ્દે વાતચીત થઇ શકે છે.

પીએમ મોદી પણ લઇ ચુક્યા છે કોરોના વેક્સીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે. PM મોદીએ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. વેક્સીન લેવાની સાથોસાથ પીએમ મોદીએ તમામ લોકોને ભારતને કોવિડ-19 (COVID-19) મુક્ત કરવામાં યોગદાન આપવાની અપીલ પણ કરી.

કોરોના

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એ ઉલ્લેખનીય છે કે, આપણા ડૉક્ટર્સ અને સાયન્ટિસ્ટે ખૂબ ઓછા સમયમાં કોરોનાની વિરુદ્ધ વૈશ્વિક લડાઈને મજૂબત કરવાનું કામ કર્યું છે. હું તે તમામ લોકોને વેક્સીન લેવાની અપીલ કરું છું, જે તેને યોગ્ય છે. આવો સાથે મળી આપણે ભારતને કોવિડ-19 મુક્ત કરવામાં યોગદાન આપીએ.

દેશમાં વેક્સીનેશન અભિયાનનું બીજું ચરણ શરૂ

મોદી

નોંધનીય છે કે, કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણની વિરુદ્ધ દેશમાં ચાલી રહેલા વેક્સીનેશન અભિયાન (Coronavirus Vaccination Campaign)નું બીજું ચરણ શરૂ થઈ ચુક્યુ છે. વેક્સીનેશનના બીજા ચરણમાં 60થી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો (Senior Citizens)ને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે.

સાથોસાથ ગંભીર બીમારીઓથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓનું પણ વેક્સીનેશન કરવામાં આવશે. વેક્સીનેશન માટે લોકો કોવિન 2.0 પોર્ટલના માધ્યમથી ક્યાંય પણ, ક્યારે પણ રજિસ્ટ્રેશન કરાવીને અપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો. તેની સાથે જ કેન્દ્ર સરકારે કોવિન 2.0ને લઈને પૂરી ગાઇડન્સ નોટ પણ જાહેર કરી દીધી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33