Last Updated on April 12, 2021 by
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય ધમાસાણ યથાવત્ છે. સોમવારે વડાપ્રધાન મોદીએ બંગાળના વર્ધમાન જીલ્લામાં રેલી સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે,‘મમતા દીદીની અકળામણ દિવસે ને દિવસે વધતી જાય છે. બંગાળના લોકોએ પ્રારંભિક તબક્કામાં એટલા ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા કે ખેલા કરનારા લોકો સાથે જ ખેલા થઈ ગયો……નંદીગ્રામમાં દીદી હિટવેકિટ થઈ ગયા અને તેમની બંગાળની ઈનિંગ્સનો અંત આવી ગયો છે.’
Amazing atmosphere in Kalyani. @BJP4India is West Bengal’s choice. Watch. https://t.co/CSZ98t1cTv
— Narendra Modi (@narendramodi) April 12, 2021
- ખેલાની વાતો કરતા લોકો સાથે ખેલા થઈ ગયો: મોદી
- હિંસામાં મૃત્યુ પામનારા લોકો પણ બંગાળી જ હતા: મોદી
- બિહારી જવાનની બંગાળમાં માર મારી હત્યા કરાઈ: મોદી
વડાપ્રધાન મોદીએ કૂચબિહાર હિંસા મુદ્દે કહી આ વાત
Speaking at a massive rally in Bardhaman. https://t.co/PF05LCuYww
— Narendra Modi (@narendramodi) April 12, 2021
વડાપ્રધાન મોદીએ કૂચબિહાર હિંસા મુદ્દે કહ્યું કે,‘હિંસામાં જે લોકોના મોત થયા તેઓ પણ બંગાળના લોકો હતા. પરંતુ મમતાની નીતિઓએ ઘણી માતાના દીકરા છીનવી લીધા. દીદીના ગુંડાઓએ એક વૃદ્ધાને નિર્દયતાથી માર માર્યો હતો, જેમનું મોત થયું હતું. બિહારના એક પોલીસકર્મીને બંગાળમાં માર મારીને હત્યા કરવામા આવી. શું તે પોલીસકર્મીની માતા દીદી માટે માતા નહોતી…. ભાજપ બંગાળમાં 100 બેઠકનો આંક પાર કરી ચૂકી છે અને એકવાર ટીએમસી ગઈ તો તે ફરી બંગાળમાં વાપસી નહીં કરી શકે. ટીએમસીના લોકો એસસી વર્ગના બંગાળીઓને ભીખારી કહે છે. આવું નિવેદન ટીએમસી નેતા મમતા બેનર્જીની મંજૂરી વગર કેવી રીતે આપી શકે….’
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31