Last Updated on March 13, 2021 by
ગાંધીઆશ્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝીટર બુકમાં સંદેશો લખ્યો હતો. આ સંદેશાના મોતી જેવા શબ્દોએ ગુજરાતીઓનું ધ્યાન ખેંચ્યુ હતું. એટલુ જ નહીં.સોશિયલ મિડીયામાં આ મુદ્દો રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો હતોકે, સંદેશોના અક્ષર કોના… વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કે પછી કોઇ અન્ય વ્યક્તિના…
ગાંધીઆશ્રમમાં વડાપ્રધાને લખેલા મેસેજના શબ્દો મુદ્દે સોશિયલ મિડિયામાં સવાલો ઉઠયા
સામાન્ય રીતે ગાંધીઆશ્રમની મુલાકાતે આવતા મહાનુભાવો વિઝિટર બુકમાં સ્વ હસ્તે સંદેશો લખતા હોય છે. પરંતુ આજે વિઝીટર બુકમાં લખાયેલાં સંદેશાના શબ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નથી બલ્કે આ સંદેશો કોઇ અન્ય વ્ય્કતિએ લખેલો છે. તેનુ કારણ એ છેકે, વડાપ્રધાન મોદીએ વિઝીટર બુકમાં કરેલી સહીના હસ્તાક્ષર અને સંદેશોના શબ્દો વચ્ચે જમીન આસમાનનો ફરક છે.
આ મુદ્દે ગાંધીઆશ્રમના ડાયરેકટર અતુલ પંડયા એવો ફોડ પાડયો કે, પહેલી વાર સારા અક્ષરમાં લખી શકે તેવા એક પ્રોફેસર પાસે વિઝીટર બુકમાં સંદેશો લખાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો માત્ર હસ્તાક્ષર જ કર્યાં છે. આમ, સોશિયલ મિડીયામાં જે મુદ્દે વાત ચાલી રહી હતી તે વાત ખરી સાબિત થઇ હતીકે, વડાપ્રધાને સંદેશો લખ્યો નથી. માત્ર સહી જ કરી છે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31