GSTV
Gujarat Government Advertisement

ચાર દેશોના ક્વાડની પ્રથમ બેઠક : એવું તો શું કહ્યું પીએમ મોદીએ કે ચીનના પેટમાં રેડાયું તેલ

ક્વાડ

Last Updated on March 13, 2021 by

ભારત, અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સંયુક્ત સંગઠન ક્વાડ (ક્વાડ્રિલેટરલ સિક્યુરિટી ડાઈલોગ)ની આજે પ્રથમ મીટિંગ થઈ હતી. કોરોનાકાળને કારણે મીટિંગ ઓનલાઈન યોજાઈ હતી. ચારેય દેશના વડાઓએ ચર્ચા, સંબોધનો કર્યા હતા. આ સંગઠન મૂળભૂત રીતે ચીનના ખતરાને પહોંચી વળવા રચાયું છે. તેનો ઉદ્દેશ જ સુરક્ષા અંગેનો છેે.

ઈન્ડો-પેસેફિક વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એ માટે આ ચારેય દેશો કોમન પ્લેટફોર્મ પર આવ્યા છે. વડા પ્રધાન મોદીએ બેઠકને સંબોધતા કહ્યું હતું કે ઈન્ડો-પેસેફિક વિસ્તાર ફ્રી ફોર ઓલ રહે એ આપણી પ્રાથમિકતા છે. ઈન્ડો એટલે હિન્દ સહાસાગરનો સમુદ્રી વિસ્તાર અને પેસેફિક એટલે પેસેફિક મહાસાગર જેના છેડે ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા દેશો આવેલા છે.

ચીને ઉઠાવ્યો વાંધો

ચીન

ચીને આ બેઠક અંગે કહ્યું હતું કે આવા સહકારી સંગઠનો રચાય તેની સામે કોઈ વાંધો નથી. પણ કોઈ થર્ડ પાર્ટીને ટાર્ગેટ કરવા માટે સંગઠીત થવું વિશ્વશાંતિ માટે જોખમી છે. ચીન શરૃઆતથી ક્વાડની રચનાના વિરોધમાં છે. જે દેશો ક્વાડમાં ભાગીદાર છે એ બધા સામે ચીનને વાંધા છે અને સબંધો બગડેલા છે. જાપાન-ઑસ્ટ્રેલિયા સામે પણ છેલ્લા વર્ષોમાં ચીને સબંધો બગાડયા છે. હવે ચીન એવી અપેક્ષા રાખે છે કે બધા દેશો તેની સાથે સારું જ વર્તન કરે.

ચારે દેશો લોકશાહીના કારણે જોડાયા : મોદી

ચીન ઈન્ડો-પેસેફિકમાં અશાંતિ સર્જવા માટે પુરતા પ્રયાસો કરે છે. એ માટે જ આ સંગઠન રચાયુ છે. વડાપ્રધાને કહ્યુ હતુ કે આપણે ચારેય દેશો આપણી લોકશાહીને કારણે જોડાયેલા છીએ. વડાપ્રધાન મોદીએ રસીનું ઉદાહરણ આપતા કહ્યુ હતુ કે જેમ રસીનો ઉપયોગ આખા જગત માટે થઈ રહ્યો છે, તેમ અન્ય ઉભરતી નવતર ટેકનોલોજીઓનો ઉપયોગ સમગ્ર જગતની સુખાકારી માટે થવો જોઈએ. કોઈએ ચીનનું નામ લીધું નહોતું, પણ ચીનની દાદાગીરી સાંખી નહીં લેવાય એવો સંકેત આપ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33