GSTV
Gujarat Government Advertisement

વતનમાં વડાપ્રધાન/ અમદાવાદથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા પહોંચ્યા પીએમ મોદી, કમાન્ડર કૉન્ફરન્સમાં લેશે ભાગ

મોદી

Last Updated on March 6, 2021 by

વડાપ્રધાન આજે એક દિવસની ગુજરાત મુલાકાતે છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચ્યા છે. વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટથી સીધા જ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જઇ ડિફેન્સ કોંફરન્સમાં હાજરી આપશે. અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા રાજયપાલ દેવવ્રત આચાર્ય અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમને આવકાર્યા હતા. આજે કેવડીયામા; કમાન્ડર્સ કોન્ફરન્સમાં હાજરી બાદ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં વડાપ્રધાન ચોપરથી પરત અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાંથી સીધા જ ખાસ વિમાન મારફતે દિલ્હી જવા પરત રવાના થશે.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત

  • ૭.૪૦ વાગે અમદાવાદ એરપોર્ટ પર આગમન
  • ૮.૫૦ વાગે કેવડીયા પહાેંચશે
  • ૯.૧૦ થી ૩.૨૦ સુધી કમાન્ડર કોન્ફરન્સમાં સામેલ થશે
  • ૪.૩૦ વાગે અમદાવાદ એરપોર્ટ પરત ફરશે
  • પ.૦૫ વાગે દિલ્હી જવા

ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં મોદીનું સંબોધન : 12મીએ ફરી ગાંધીઆશ્રમ આવશે

કેવડિયા કોલોની ખાતે નૌ સૈના સહિત ત્રણ પાંખની મળનારી કોન્ફરન્સમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોચશે જ્યાં સંબોધન કરશે, ઉપરાંત આગામી તા. 12ના રોજ પણ ફરીથી અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે આવનાર છે.

મોદી

કેવડિયા કોલોની ખાતે પણ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત

નરેન્દ્ર મોદીના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તેમજ કેવડિયા કોલોની ખાતે પણ જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતના મંત્રીઓ મોદીને આવરવા માટે જવાના હોવાથી અરપોર્ટ આસપાસ ગઇકાલ રાતથી સુરક્ષા જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે.

કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે હાલ ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી હતી, ચાર માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ થયો છે. આ કોન્ફરન્સ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33