GSTV
Gujarat Government Advertisement

PM મોદી આવતી કાલે ગુજરાત પ્રવાસે, કેવડિયા ખાતે સંબોધશે કમાન્ડર કોન્ફરન્સ

મોદી

Last Updated on March 6, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે અને અહીં તેઓ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન કરીને સીધા જ હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવા રવાના થશે. જ્યાં ડિફેન્સ કોન્ફરન્સમાં હાજરી આપીને વડાપ્રધાન ચોપરથી પરત અમદાવાદ એરપોર્ટ આવશે. જ્યાંથી સીધા જ સ્પેશિયલ વિમાન મારફતે દિલ્હી જવા પરત રવાના થશે.

જાણો શું છે PM મોદીનો આવતી કાલનો કાર્યક્રમ?

7:40 – પીએમ મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન
8: 50 – હેલિકોપ્ટર દ્વારા અમદાવાદથી કેવડિયા પહોંચશે
9:10 થી 3:20 – કમાન્ડર કોન્ફરન્સમાં શામેલ થશે
4:30 – અમદાવાદ એરપોર્ટ પરત ફરશે
5:05 – દિલ્હી જવા થશે રવાના

અત્રે ઉલ્લેખનીય છે કે, આજે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ કેવડિયાની ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સની ટોપ કમાન્ડર કોન્ફરન્સમાં શામેલ થવા માટે ટેન્ટ સિટી પહોંચ્યા હતાં. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કેવડિયા ખાતે સૌ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતાં અને ત્યાર બાદ તેઓ ટેન્ટ સિટી પહોંચ્યા હતાં. તેઓએ કેવડિયા ખાતે સંબોધન પણ કર્યું. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શનિવારના રોજ આવતી કાલે આ કોન્ફરન્સને સંબોધિત કરશે. વડાપ્રધાન મોદી પણ આવતી કાલે સવારે અમદાવાદ એરપોર્ટ થઇને કેવડિયાની મુલાકાત કરશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 19/11 10:32

Post at 5:02 PM

Post at 4:30